<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સુરતમાં જીવલેણ ચાઇનીસ દોરાની ફેક્‍ટરી કરોડોના મુદામાલ સાથે ઝડપાઈ

માનવ જીવન અને પક્ષીઓ માટે ખતરારૂપ દોરાઓનું આખું કારખાનું ધમધમી રહ્યાની જાણી સીપી અનુપમસિહ ગેહલોત પણ ચોકી ઉઠયા ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં જબ્‍બર સફળતા બનાવની ગંભીરતા પારખી FSL સહિતના રિપોર્ટ મેળવવા પોલીસ કમિશનરના સૂચન મુજબ કાર્યવાહીઃ અકિલા સમક્ષ વાયરલ ન્‍યૂઝની ભીતરી વાતો sog પીઆઇ અશોક ચોધરી વર્ણવે છે

રાજકોટ, તા.૨૪: પતંગો અને દોરાઓ માટે અમદાવાદ માફક સુરત શહેર ખૂબ જાણીતું હોવાથી, આ શહેરમાં પણ માનવ જીવન માટે ખતરારૂપ અને જીવલેણ દોરાઓ એવા ચાઇનિઝ દોરાઓ કે જે કોઈનો લાડકવાયો પણ છીનવી લયે તે પ્રકારનો ખતરો છે, તેવા ચાઇનીસ પ્રકારના દોરાઓ હાલમાં પોલીસનું ધ્‍યાન બહુ ફોક્‍સ નહી થયું હોય તેમ સમજી  વેચાણ શરૂ તો થયું નથી ને? તેવી આશંકા ડીસીપી રાજદીપસિંહ નકુમ સમક્ષ વ્‍યક્‍ત કરી હતી.

આ દરમ્‍યાન પોલીસ ઇન્‍સપેક્‍ટર એ.પી.ચૌધરી એસ.ઓ.જી., સુરત શહેર નાઓને મળેલ બાતમી આધારે પ્‍લોટ નં.૨૭૨-એ ખાતે આવેલ એન્‍જલ મોનોફિલામેન્‍ટ કંપનીમાં રેઇડ કરી કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડલ ઉ.વ.૪૪ ધંધો.પ્રોડકશન મેનેજર રહે.ફલેટ નં.એ-૪૦૭ આકાશ પળથ્‍વી એપાર્ટમેન્‍ટ, ગણેશનગર, ભેસ્‍તાન સુરત શહેર. મુળરહે.ગામ-ચકફતેહા પોસ્‍ટ-ચકફતેહા થાણા-પુરનહીયા જી.શિવહર બિહાર વાળો મળી આવતા તેને સાથે રાખી કંપનીમાં ઝડતી તપાસ કરતા ચાઇનીઝ દોરી તથા તેને બનાવવાનુ રો મટીરીયલ મળી કુલ્લે કિંમત રૂપિયા ૨,૧૮,૦૬,૭૫૦/ની મત્તાનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

એસ.ઓ.જી., સુરત શહેર દ્વારા મનુષ્‍ય તેમજ પક્ષીઓના જીવનને જોખમમાં મુકે તેવા પ્રાણઘાતક પ્રતિબંધીત સિન્‍થેટીક દોરી (ચાઇનીઝ દોરી) મોટા પાયે ઉત્‍પાદન થઇ માર્કેટમાં આવે તે પહેલા જ સુરત શહેર એસ.ઓ.જી. તથા પાંડેસરા પોલીસ દ્વારા ઝડપી પાડી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

આ બાબતે હાલમાં પાંડેસરા પોલીસ સ્‍ટેશન ખાતે જા.જોગ. દાખલ કરવામાં આવેલ છે. એફ.એસ.એલ. રીપોર્ટ આવ્‍યા બાદ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગળની તપાસ ચાલુ છે. (રર.૧૪)

(12:51 PM IST)