<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

એસજીએસટીમાં રાજાપાઠઃ નંબર બંધ કરાવનારને જ પુરાવા રજૂ કરવા નોટિસ

વર્ષ ૨૦૧૭થી નંબર બંધ કરાવવા માટે કરેલી અરજી દરમિયાનના રિટર્ન રજૂ કરવા તાકીદ કરી એક ક્‍લિક કરવાથી અધિકારીઓને વિગતો મળતી હોવા છતાં વેપારીઓને રંજાડવાની તરકીબ

સુરત તા.૨૪: સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને કારણે સમયાંતરે વિવાદ થતો હોય છે. આવો જ એક વિવાદ હાલમાં ઊભો થયો છે, કારણ કે વેપારી દ્વારા જીએસટી નંબર રદ કરવા માટે અરજી કરે તો વર્ષ ૨૦૧૭થી જયાં સુધી વેપાર કર્યો હોય તે દરમિયાનના તમામ રિટર્ન અને તેને લગતી સંલગ્ન વિગત રજૂ કરવામાં આવ્‍યા બાદ જ નંબર બંધ કરવા માટે નોટિસ આપી છે. જયારે આ કામગીરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તેમ છતાં વેપારીઓને રંજાડવા માટે ગધેડાને તાવ આવે તેવી નોટિસ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ આપી રહ્યા છે.

જીએસટી નંબર બંધ કરાવવા માટે વેપારી દ્વારા જવારે સ્‍ટેટ જીએસટીમાં અરજી કરવામાં આવે તો અધિકારી દ્વારા નોટિસ આપીને જીએસટી લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારથી જ્‍યારે વેપાર બંધ કરવા મા માટે માટે અરજી કરી હોય ત્‍યાં સુધીના જીએસટીના ૩બી, જીએસટીઆર ૧, ટુએ સહિતની વિગતો વેપારી દ્વારા રજૂ કરવામાં આવ્‍યા બાદ જ નંબર બંધ કરવા જણાવે જ્‍યારે સેન્‍ટ્રલ જીએસટીમાં આવી કોઈ પણ નોટિસ આપ્‍યા વિના જ નંબર ઝડપથી બંધ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જોકે આ કામગીરી ખરેખર અધિકારીએ કરવાની હોય છે. કારણ કે તે માટેનો સરકાર દ્વારા પગાર આપવામાં આવતો હોય છે. તેમજ જીએસટી નંબર નાંખ્‍યા બાદ એક ક્‍લિક કરવામાં આવે એટલે વેપારીના તમામ રિટર્નની વિગતો ડિસ્‍પ્‍લે પર આવી જાય છે. છતાં પણ વેપારીઓને પરેશાન કરવા માટે આવી નોટિસ આપવામાં આવી રહી છે.(

કાયદો ત્રણ વર્ષના પુરાવા રાખવાનો, પરંતુ અધિકારી માંગે આઠ વર્ષના

વેપારીઓ પાછલા ત્રણ વર્ષની વિગતો જીએસટીમાં રાખવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે. જ્‍યારે ઇન્‍કમટેક્‍સમાં છ વર્ષ સુધી પુરાવા રાખવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. જ્‍યારે જીએસટી લાગુ થયાને આઠ વર્ષનો સમય વીતી ગયો છે. તેની સાથે સરકાર દ્વારા જીએસટી લાગુ થયાના ત્રણ વર્ષમાં જીએસટી રિટર્ન ભરવામાં કોઇ ભૂલ હોય તો તેને સુધારવા માટે અને ટેક્‍સ ભરવા માટે એમેનીટી સ્‍કીમ પણ લાગુ કરવામાં આવી હતી. તેમ છતાં સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ જીએસટી નંબર બંધ કરાવવા માટે છેલ્‍લા આઠ વર્ષના રિટર્નની વિગતો માંગીને બુદ્ધિનું દેવાળું ફૂંક્‍યું હોવાનો પણ ગણગણાટ ઊભો થયો છે.

સેન્‍ટ્રલ જીએસટીની માફક નંબર બંધ કરવામાં આવવા જોઇએ

જીએસટીનો કાયદો એક હોવાના કારણે જે રીતે સેન્‍ટ્રલ જીએસટીમાં સરળતાથી નંબર બંધ કરી દેવામાં આવે છે. તેવી જ રીતે સ્‍ટેટ જીએસટીમાં પણ નંબર બંધ કરાવવામાં આવે તેવી કામગીરી કરવામાં આવવી જોઇએ, કારણ કે આવી નોટિસને કારણે વેપારીઓએ વિના કારણે પરેશાની વેઠવી પડતી હોય છે. જેથી તેમાં ઝડપથી સુધારો કરવામાં આવવો જોઇએ. (ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ

(9:48 AM IST)