તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 23rd September 2025
તિલકવાડા મામલતદાર કચેરીના આધાર કેન્દ્ર પર લાલીયાવાડી ચાલતી હોવાના આક્ષેપ
આધાર અપડેટ કરતો કર્મચારી ખોટી માહિતી આપી પ્રજાને ગેરમાર્ગે દોરતો હોવાના આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા મા આવેલી મામલતદાર કચેરી ખાતે કાર્યરત આધાર અપડેટ કેન્દ્ર પર તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પણ લોકો આધાર અપડેટ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને ખેડૂતો જે ખેતી કામ મૂકી ને પૈસા ખર્ચીને આધાર કાર્ડની કામગીરી કરવા માટે આવતા હોય છે પરંતુ આધાર કેન્દ્રમાં જે કર્મચારી છે તે ગોકળ ગાય ની ગતિએ કામગીરી કરે છે અને પ્રજાને બેસાડી રાખી ખોટી સલાહ આપી ગેર માર્ગે દોરતા હોવાની બૂમ સંભળાઈ રહી છે. જેના કારણે લોકો નો સમય અને રૂપિયા વેડફાઈ છે.
જેમાં જાણવા મળ્યા મુજબ તિલકવાડા તાલુકાના રાઠોડ સરફરાઝભાઈ પોતાના બાળકના આધારકાર્ડ માં નામ સુધારા માટે તિલકવાડા મામલતદાર કચેરી ના આધાર અપડેટ કેન્દ્રમાં ગયા, ત્યારે બાળકના જન્મ પત્રકમાં જન્મ સ્થળ ડુમખલ હોય, આધાર અપડેટની કામગીરી કરતા ચંદ્રેશ નામના કર્મચારી દ્વારા આ જન્મ સ્થળમાં ડુમખલની જગ્યા ઉપર રામપુરી લખાવીને લાવવા માટે જણાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સરફરાજ ભાઈ એ કર્યા હતા. માટે તાત્કાલિક ધોરણે આ કર્મચારી ની બદલી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
