તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
પોણા ત્રણ કરોડની છેતરપીંડી કરી સાયબર ફ્રોડના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટઃ તા.ર૩, વડોદરામાં રહેતા વિક્રમભાઈ શાંતીલાલ પટેલ નાઓએ તા.૦૪-૧૧-૨૦૨૪ ના રોજ સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી તથા સ્ટોક ઈનવેસ્ટમાં રોકાણ કરવા ખોટી એપલીકેશન બનાવવી કાવતરૂ રચી ફરીયાદી પાસેથી બ્રોકર તરીકે કુલ રૂા. ૨,૯૩,૭૧,૦૦૦/- મેળવી અલગ અલગ એપ્લીકેશનમાં ઇન્વેસ્ટ કરાવી રકમ પરત નહી આપી છેતરપીડી કર્યા અંગેની વિગતવાર ફરીયાદ આપેલ હતી. જેમાં ધરપકડ થયેલ પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીને હાઈકોર્ટે વિવિધ શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કેસની વિગત એવી છે કે વડોદરામાં રહેતા ફરીયાદી વિક્રમભાઈ શાંતીલાલ પટેલે ગત તા.૦૪-૧૧-૨૪ ના રોજ એવા આક્ષેપવાળી ફરીયાદ આપેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદીને સેબી દ્વારા રજીસ્ટર ન થયેલ હોય તેવી સ્ટોક ઈનવેસ્ટમેન્ટની એપલીકેશન ડાઉનલોડ કરાવી તે એપલીકેશનમાં ફરીયાદી પાસેથી કુલ રૂા. ૨,૯૩,૭૧,૦૦૦/- અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી સ્ટોક/આઈપીઓ માં રોકાણ કરાવી ફરીયાદીને રોકાણ કરાવેલ રૂપિયા પરત નહી આપી એકબોજાની મદદગારી કરી કાવતરૂ રચી આર્થીક લાભ કેળવવા સાથે બ્રોકર તરીકે છેતરપીંડી કરેલ છે. સદરહું ફરીયાદના અનુસંધાને સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ૩૧૬,૩૧૭, ગાંધીનગરમાં બી.એન.એસ. ની કલમ ૩૩૬(૨), ૩૩૬ (૩), ૩૩૭, ૩૪૦, ૬૧(૨) તથા ઈન્ફર્ફોમેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬(સી), ૬૬(ડી) તથા ધી બેનીંગ ઓફ અને રેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એકટ ની કલમ ૨૧,૨૩,૨૫(૧) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. ત્યારબાદ સદરહું ગુનામાં પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીની પોલીસ દ્વારા ધરપકડ થયેલ હતી.
ત્યારબાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરેલ હતું. ત્યારબાદ નામદાર સેસન્સ કોર્ટે ઉપરોકત આરોપીની જામીન અરજી રદ કરતા આરોપી તરફે નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. જેમાં સરકાર તરફે વિગતવાર વાંધા તથા દલીલો થયેલ હતી અને આરોપી તરફે પણ વિગતવાર દલીલો થયેલી હતી. જેમાં આરોપી તરફે થયેલ દલીલો ધ્યાને લઈ વિવિધ શરતો સાથે હાઈકોર્ટે આરોપી પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામમાં આરોપી પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદી તરફે રાજકોટના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર, સચીનભાઈ સોલંકી, ચિરાગભાઈ મેતા, રાજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ જોશી, ઈકબાલભાઈ થૈયમ, એસ.એમ.ડાભી તથા નીરજભાઈ મહેતા રોકાયેલ હતા તથા નામદાર હાઈકોર્ટમાં ધ્રુવીનભાઈ ભુપતાણી રોકાયેલ હતા.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
