<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ : આહવામાં 4.61 ઈંચ અને સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ: જનજીવનને અસર

ખાતર, બાજ, અને આંબાપાડા જેવા વિસ્તારોમાં જળબંબાકાર: અંબિકા, ગીરા અને પૂર્ણા નદીઓમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે જનજીવનને અસર પહોંચાડી છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.61 ઈંચ અને સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.  ખાતર, બાજ, અને આંબાપાડા જેવા વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, ગીરા અને પૂર્ણા નદીઓમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીન ધોવાઈ જતાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. નવરાત્રીની શરૂઆતમાં વરસાદે ખલેલ પોહચાવતા ખેલૈયાઓના ઉત્સાહમાં ઠંડક આવી છે. ઉપરાંત, અનેક સ્થળોએ કોઝવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થયો છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવરજવર મુશ્કેલ બની છે. તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.

(2:09 PM IST)