News of Saturday, 20th September 2025
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણીયા 3000ની લાંચ લેતા ઝડપાયો
લૂંટના બનાવવામાં વપરાયેલી શંકાના આધારે જપ્ત કરેલી રીક્ષા છોડાવવા લાંચ માંગી હતી

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણીયાએ એક ઓટો રિક્ષા બાપુનગરના લૂંટના બનાવવામાં વપરાયેલી શંકાના આધારે જપ્ત કરી હતી. મલિકે ઓટો રિક્ષા છોડવા માટે કહ્યું હતું, ત્યારે સહદેવ સિંહ ઓટો રિક્ષા છોડવા માટે 3,000ની લાંચ માંગી હતી.
રિક્ષા માલિક લાંચ આપવા ઇચ્છતો નહતા જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા રિક્ષા ચાલકને સાથે રાખીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાપુનગર ચાર રસ્તા પાસે સંસ્કાર આઈસ્ક્રીમની દુકાનમાં સહદેવસિંહ રીક્ષા માલિક પાસેથી 3,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ કામના ફરીયાદીની ઓટો રીક્ષા બાપુનગર ખાતેના લુંટના બનાવમાં વપરાયેલની શંકાના કામે આરોપી સહદેવસિંહએ ઓટોરીક્ષા પકડેલ હતી જે ઓટો રીક્ષા છોડાડવા આ કામના ફરીયાદી બાપુનગર પોસ્ટે ગયેલ અને આરોપીને મળતા તેઓએ ફરીયાદી પાસે રીક્ષા છોડવા રૂ.૩૦૦૦- ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૩૦૦૦/- ની માગણી કરી, સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયો હતો
ટ્રેપિંગ અધિકારી તરીકે આર.આઇ.પરમાર, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.તથા એ.સી.બી. સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી તરીકે કે.બી. ચુડાસમા, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ.રહ્યા હતા
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
