તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
આખા રાજપીપળામાં ગેસ લાઇન ક્યારે નંખાઈ રહશે: ભારત ગેસના ગ્રાહકોની ડીલરને ત્યાં બોટલ લેવા મોટી લાઇન પડતા મુશ્કેલી
ગ્રામ્ય વિસ્તારમા જતી ડીલરની ગાડી બંધ થઈ જતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને રાજપીપળા આવવું પડે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ગુજરાત રાજ્યમાં લગભગ બધા શહેરોમાં ગેસ લાઇન આવી ગઈ છે , રાજપીપળા શહેરમાં પણ કેટલીક જગ્યાઓ પર ગેસ લાઇન નંખાઈ છે અને અમુક વિસ્તાર બાકી છે ત્યારે આ વિસ્તારના લોકો ગેસના બોટલો પર નિર્ભર રહેતા હોય હાલમાં ભારત ગેસના બોટલ ધરાવતા ગ્રાહકો તકલીફમાં મુકાયા છે.
જાણવા મળ્યા મુજબ કેટલાક દિવસોથી ટ્રાન્સપોટરોની હડતાળના પગલે બોટલ નોંધાવ્યા બાદ અઠવાડિયે ડિલિવરી મળતી હતી ત્યારબાદ હાલ ટ્રાન્સપોટરની હડતાળ પૂરી થતા ગ્રાહકોને રાહત થઈ ને બે ત્રણ દિવસે બોટલ મળતા થયા, પરંતુ ખાસ તકલીફ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જોવા મળી જેમાં ડીલરની ગાડી બોટલ આપવા ગામડાઓમાં જતી હતી તે ઘણા સમય થી બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને રાજપીપળા ડીલરને લાંબા થઈ મોટી લાઇનમાં ઊભા રહી કામ ધંધો છોડી બોટલ મેળવવો પડે છે. આમ રાજપીપળામાં ડીલરને ઊભી થયેલી આ સમસ્યામાં ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે. જોકે આમાં ડીલરનો કોઈ વાંક નથી તેમ પણ જાણવા મળ્યું છે.
ભારત ગેસના ડીલરના જણાવ્યા મુજબ પહેલા ટ્રાન્સપોર્ટર ની હડતાળ હતી જેના કારણે બોટલ આવતા ન હતા અને હડતાળ ખતમ થયા બાદ હવે હજીરા પ્લાન્ટ માં ગેસ જ નથી તો બોટલ ક્યાંથી આવે, બોટલ નહીં આવવાના કારણે તકલીફ પડી રહી છે. ગામડાઓ મા અમારી ગાડી ચાલુ જ છે પરંતુ બોટલ નહીં આવવાથી ગાડી જતી નથી જેના કારણે ગ્રાહકો અહીંયા આવી બોટલ બુક કરાવે છે.
ડીલરએ વધુમાં જણાવ્યું કે અમારે ત્યાં 30 જેટલો બોટલ ડિલિવરી કરતો સ્ટાફ છે અને બીજો અમારી દુકાન નો સ્ટાફ હોય જો બોટલ જ નહીં આવે તો આ તમામનો પગાર ક્યાંથી કાઢવો...? ડિલિવરી સ્ટાફને પણ મજૂરી નહીં મળતા એ લોકોને ભૂખે મરવાનો સમય આવ્યો છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
