તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
દાહોદમાં જજની ઓળખ આપીને લોકોને છેતરતો આરોપી ઝડપાયો
અલ્પેશ ગલચર લોકો સામે રૌફ જમાવીને રૂપિયા પડાવતો

દાહોદ, તા. ૧૮: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી ચીજ વસ્તુઓની સાથોસાથ અધિકારીઓ પણ નકલી હોવાના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યારે હવે દાહોદમાંથી પેટ્રોલપંપ પર રૌફ જમાવનાર નકલી જજની પોલીસે ધરપકડ કરી છે. નકલી જજની ઓળખ આપીને આ શખ્સે અનેક લોકોને છેતર્યા હોવાનું ખુલ્યું છે.
રાજ્યમાં નકલી IPS, નકલી IAS બાદ હવે નકલી જજ ઝડપાયાનો સિલસિલો યથાવત છે. ત્યારે દાહોદમાં જજની ઓળખ આપી લોકોને છેતરતો શખ્સ ઝડપાયો છે. જજની ઓળખ આપી કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની વાત કરી હતી. પોતાની ખોટી ઓળખ ઉભી કરીને લોકોને વાતોમાં ભરમાવતો હતો. પોલીસે મૂળ બનાસકાંઠા જિલ્લાના યુવકની સુરત નજીકથી ધરપકડ કરી લીધી છે.જજ, વકીલ સહિત અલગ અલગ હોદ્દાની ઓળખ આપતા પુરાવા પણ મળ્યા છે. પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે પોલીસે અલ્પેશ ગલચર નામના નકલી જજની ધરપકડ કરી છે. પોલીસે સુરતમાંથી આરોપી અલ્પેશને ઝડપી લીધો હતો. વકીલ તેમજ જજની ઓળખ આપીને રૌફ જમાવતો હતો. દાહોદ નજીક પેટ્રોલ પંપ પર જજનો રૌફ જમાવી શખ્સ ફરાર થયો હતો. પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીની ફરિયાદના આધારે શોધખોળ કરીને આરોપીની ધરપકડ કરી હતી.(૬.૧૯)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
