<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ગાંધીનગરના દહેગામમાં યુવતીનું મામાઍ અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ

દોઢ વર્ષ પહેલા યુવક સાથે પ્રેમલગ્ન કરતા ત્રાસ આપતા હતા

ગાંધીનગર: ગાંધીનગરના દહેગામમાં અપહરણ કેસમાં રોજેરોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જેમાં હવે યુવતીએ પોલીસ મથકે અપહરણ ન થયાનું નિવેદન નોંધાવ્યુ છે. તેમાં પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો યુવતીનો આરોપ છે. દોઢ વર્ષ પહેલા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીનું મામાએ અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં નિવેદનથી વિસ્તારમાં સમગ્ર કેસ અંગે ચર્ચાઓ થઇ રહી છે.

(4:31 PM IST)