તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
ઊંઝા APMC ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર : 26 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી
11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણી યોજાશે: ડિરેક્ટરની ચૂંટણીનાં 9 મહિના બાદ ચૂંટણી જાહેર કરાઈ

મહેસાણા-ઊંઝા એપીએમસીનાં ચેરમેનની ચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ચેરમેનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરનાં રોજ મહેસાણા-ઊંઝા APMC ચેરમેનની ચૂંટણી યોજાશે. 26 મીનાં રોજ 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણી યોજાશે. ડિરેક્ટરની ચૂંટણીનાં 9 મહિના બાદ ચૂંટણી જાહેર કરાઈ કરાઈ છે.
મહેસાણા-ઊંઝા APMC ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, આ મહિનામાં 26 સપ્ટેમ્બરનાં રોજ મહેસાણા-ઊંઝા APMC ચેરમેનની ચૂંટણી યોજાશે. ઊંઝા એપીએમસી ખાતે 26 મીએ 11 કલાકે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ,ડિરેક્ટરની ચૂંટણીનાં 9 મહિના બાદ ચેરમેન પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર રાજ ચાલતો હોવાની ચર્ચા છે.
છેલ્લા ઘણા સમયથી ઊંઝા APMC માં વહીવટદાર શાસન ચાલતું હોવાથી અને પ્રશ્નો ઊભા થયાની ચર્ચા છે. જો કે, ડિરેક્ટર પદ માટે 9 મહિના પહેલા ચૂંટણી થઈ ચૂકી છે. પરંતુ, ચેરમેન પદ હાલ પણ ખાલી હોવાથી હવે ચૂંટણીને લઈ તારીખ જાહેર કરાઈ છે. ચેરમેનની ચૂંટણી જાહેર થતા હવે એપીએમસીને નવું નેતૃત્વ મળશે તેવી આશા જાગી છે.ચેરમેન પદ માટે કયા ઉમેદવારો મેદાને છે અને કયાં જૂથનો વિજય થશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
