News of Thursday, 18th September 2025
અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડર હિંમત રુડાણીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
હત્યાના મુખ્ય આરોપી મનસુખ લખાણીએ અન્ય બે આરોપીઓને હત્યા માટે ઉશ્કેર્યા અને તેમનું બ્રેઇન વોશ કર્યું હતું

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં બિલ્ડર હિંમત રુડાણીની હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ હત્યાના મુખ્ય આરોપી મનસુખ લખાણીએ અન્ય બે આરોપીઓને હત્યા માટે ઉશ્કેર્યા અને તેમનું બ્રેઇન વોશ કર્યું હોવાનું બહાર આવ્યું છે. મનસુખે આ બંને આરોપીઓને ખાતરી આપી હતી કે હત્યા કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી, જેમાં કોર્ટ અને પોલીસનું કામકાજ, તે પોતે સંભાળી લેશે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિંમત રુડાણી અને મનસુખ લખાણી વચ્ચે અગાઉથી કોઈ વિવાદ ચાલતો હતો, જે આ હત્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
