તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 17th September 2025
ભૂતાન ખાતે રમાયેલ એશિયન 6A સાઇડ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગોલકીપર તરીકે દેવાંશુ વસાવાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :પ્રાથમિક શાળા તરોપામાં ફરજ બજાવતા અને નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી અનિલકુમાર ભુલાભાઈ વસાવા અને પ્રાથમિક શાળા વીરસિંગપુરામાં ફરજ બજાવતા હેતલકુમારી અનિલકુમાર વસાવાનો દીકરો દેવાંશુ વસાવાએ નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, દેવાંશુએ ભારત તરફથી રમીને ભૂતાન ખાતે રમાયેલ એશિયન 6A સાઇડ હેન્ડબોલ હેન્ડબોલમાં ટુર્નામેન્ટમાં ગોલકીપર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.
ભારત તરફથી પ્રથમ મેચ ભૂતાન સામે 13- 2થી જીતી હતી બીજી મેચ નેપાળ સામે 15- 0થી જીતી હતી. સેમીફાઇનલમાં રોમન સામે ભારતની જીત થઈ હતી.
અને ફાઇનલ મેચ બાંગ્લાદેશ સામે રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. વિજેતા ભારતીય ટીમને સૌએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ નર્મદા જિલ્લાના દેવાંશુ વસાવા એ જિલ્લાનું અને દેશનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
