<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

એક બાદ એક ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવ્યા બાદ લાખોના ખોવાયેલા હીરાનું પેકેટ માલિકને પરત આપતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકો મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલો હોય ત્યાં દારૂની હેરાફેરીની ઘટના બનતી હોય છે, જોકે સાગબારા પોલીસે આ બાબતે ખૂબ સતર્ક રહી અંગ્રેજી દારૂની હેરફેર કરતા તત્વોને વારંવાર ઝડપી કાયદેસર પગલાં લે છે અને તાજેતર માં ઘણા ગુનાઓ ઉકેલવામાં પણ સાગરબારા પોલીસે સફળતા મેળવી છે ત્યારે હાલમાં એક વેપારીનું લાખોના હીરાનું પાર્સલ પડી ગયા બાદ સાગબારા પોલીસે તેને મૂળ માલિકને શોધી પરત આપી ઇમાનદારી તો બતાવી જ છે સાથે સાથે પોલીસ કામગીરીમાં વધુ એક સફળતા પણ મેળવી છે.

    પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સેલંબા ખાતેથી કુકરમુડા જતી સુરત એસ.ટી. બસ બસ નંબર .GJ-18-Z-7738 માં એક વેપારી એ હિરાનુ પાર્સલ સુરત ડેપોના ડ્રાઈવર સાથે મોકલ્યું હતું,  પરંતુ આ એસ.ટી.બસ નો ઘનશેરા જંગલ ખાતા નર્સરી પાસે અકસ્માત થતા હીરાનુ પાર્સલ ક્યાંક પડી ગયું હતું. જેના કારણે હીરાના વેપારી ચિંતિત હતા પરંતુ આ હિરાનું પાર્સલ સાગબારા પોલીસને મળતા હિરાના માલિકની તપાસ કરી, હિરાના માલિકને શોધી તેને ખોવાયેલ હીરા સાગબારા પોલીસે પરત આપી માનવતા અને ઇમાનદારી ઉદાહરણ પાર પાડ્યું હતું. સાથે વધુ એક સફળતા પણ મેળવી હતી.

(10:22 PM IST)