તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
પીએમ મોદીના 75માં જન્મ દિને રાજપીપળા હરસિદ્ધિ મંદિરે રકતદાન કેમ્પમાં 75 યુનિટ બ્લડ એકત્રિત કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે જન્મદિનની શુભેચ્છા તેમજ તેઓના દીર્ઘ આયુની કામના સાથે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની રક્તદાન કરી શુભકામનાઓ આપવા માટે મોટી સંખ્યામાં શુભચિંતકોમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, વાઈશ ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર, રવિભાઈ દેશમુખ, હરેશભાઇ વસાવા પાલિકા સદસ્યોમાં વિરેન્દ્રસિંહ ગોહિલ, રવિભાઈ માછી, પ્રજ્ઞેશ રામી, રમણસિંહ રાઠોડ, નિમેષભાઈ પંડ્યા, કમલેશભાઈ પટેલ મંગલભાઈ કહાર, સુરેશભાઈ વસાવાએ હાજર રહી પીએમના 75 માં જન્મ દિને કુલ 75 યુનિટ રક્તદાનનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
