<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

વડોદરાના ડભોઇ શહેર અને તાલુકાના વાતાવરણમાં પલટો : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો

સમશેરપુરા, કુકડ વઢવાણા ગોપાલપુરા સીમરીયા ધરમપુરી ભીલાપુર અમરેશ્વર નારણપુરા વસઈ કરાલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

વડોદરાના ડભોઇ શહેર અને તાલુકામાં વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ડભોઇ શહેરના નાનોદી ભાગોળ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, જનતાનગર, નવીનગરી, અંબિકા પાર્ક, દયારામ નગર, વિમલ સોસાયટી, શિનોર ચોકડી, એસટી ડેપો, ટાવર રોડ, અને લાલ બજાર જેવા વિસ્તારોમાં  વરસાદ વરસ્યો છે. જ્યારે  ડભોઇ તાલુકાના સમશેરપુરા, કુકડ વઢવાણા ગોપાલપુરા સીમરીયા ધરમપુરી ભીલાપુર અમરેશ્વર નારણપુરા વસઈ કરાલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

(9:07 PM IST)