<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

તલાટીની પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષાને લઈને મોટી અપડેટ : 14 ઓક્ટોબરે મહેસુલી તલાટીની મુખ્ય પરીક્ષા લેવાની તૈયારી

ગઈકાલે મહેસૂલી તલાટીની કુલ 2384 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી: રાજ્યનાં 23 જિલ્લાઓમાં 1384 સેન્ટરો પર અંદાજે 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

અમદાવાદ :મહેસૂલી તલાટી મુખ્ય પરીક્ષાને લઈ મહત્ત્વનાં સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. 14 ઓક્ટોબરનાં રોજ મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા લેવાની તૈયારીઓ શરૂ કરાઈ હોવાના અહેવાલ છે. જણાવી દઈએ કે, ગઈકાલે જ મહેસૂલી તલાટીની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી.

ગઈકાલે મહેસૂલી તલાટીની કુલ 2384 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી. ત્યારે, હવે મહેસૂલી તલાટી મુખ્ય પરીક્ષાને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. અહેવાલ અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ છે. 14 ઓક્ટોબરનાં રોજ મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. જો કે, આ અંગે હજું સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી.

માહિતી મુજબ, એક મહિનામાં પ્રાથમિક બાદ મુખ્ય પરીક્ષાનું પણ આયોજન થઈ શકે છે. જણાવી દઈએ કે, મહેસૂલી તલાટીની 2384 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, જે માટે ગઈકાલે પરીક્ષાનું આયોજન કરાયું હતું. રાજ્યનાં 23 જિલ્લાઓમાં 1384 સેન્ટરો પર આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

(1:12 PM IST)