તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
નર્મદા અને ભરૂચ જિલ્લાની દૂધધારા ડેરીનું ઇલેક્શન નજીકમાં હોય, બોગસ મંડળી ચાલતી હોવાના આક્ષેપ
આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક કાર્યક્રમમાં બીજેપી પર આકરા પ્રહાર કર્યા: આ ઇલેક્શનમાં એક એક મતની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા આપવામાં આવે છે છતાં બોગસ મંડળીઓ ચાલે છે : નિરંજન વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સામાન દૂધધારા ડેરીની ચૂંટણીને હવે માત્ર પાંચ દિવસ બાકી હોય ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા એ કેટલાક આક્ષેપો સાથે બીજેપી પર પ્રહાર કરતા ચૂંટણી પર તેની અસર પડશે કે કેમ એ તો સમય બતાવશે. પરંતુ હાલમાં આ મુદ્દો ઉપાડતા આગ પર ઘી રેડાયું હોય તેમ લાગી રહ્યું છે.
આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા હાલમાં દેડિયાપાડાના નવાગામ ખાતે ગુજરાત જોડો જનસભાના કાર્યકર્મમા હતા ત્યારે આ કાર્યક્રમમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે નર્મદા અને ભરૂચ જિલ્લાની દૂધધારા ડેરીનું ઇલેક્શન 19/9/25 ના રોજ આવી રહ્યું છે, આ દૂધધારા ડેરીમાં, આ ઇલેક્શનમાં એક એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા આપવામાં આવે છે, પણ તેમ છતાં અમુક મંડળીઓમાં એક લીટર પણ દૂધ આવતું નથી અને તેવી બોગસ મંડળીઓ બનાવી અને તેવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં બેસી વર્ષોથી આ દૂધ ડેરી પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શાસન કરે છે તેમ છતાં આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
