<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

નર્મદા માં પીએમ મોદીના જન્મદીવસ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન

નર્મદા જીલ્લા પોલીસ દ્વારા તમામ પાંચ તાલુકામાં મહા રક્તદાન કેમ્પ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આગામી 17 સપ્ટેમ્બરે પીએમ મોદીજીની વર્ષગાંઠ હોવાથી દેશમાં અનેક કાર્યક્રમો થશે જેમાં ખાસ તો રક્તદાન કેમ્પ અગત્યના છે ત્યારે આગામી 16 સપ્ટેમ્બરે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના પાંચેય તાલુકામાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીના જન્મદીવસ નિમિતે રકતદાન કેમ્પ નુ આયોજન નર્મદા જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ કરેલ છે. રાજ્યના આશરે ૩૫૭ જેટલા સેન્ટર્સ પર રકતદાન કેમ્પ યોજાનાર છે, જે અંતગર્ત નર્મદા જીલ્લાના દરેક તાલુકા કક્ષાએ તા૧૬/૦૯/૨૦૨૫, મંગળવાર, સવારે ૦૮.૦૦ થી સાંજે ૦૪.૦૦ વાગ્યાથી રકતદાન કેમ્પ યોજાનાર છે.
કેમ્પ નું સ્થળ : ૧. સિવીલ હોસ્પીટલ, (GMERS), રાજપીપળા, તાલુકો: નાંદોદ, જિ-નર્મદા, ૨. ટ્રોમા સેન્ટર એકતાનગર, તાલુકો: ગરૂડેશ્વર, જિ-નર્મદા, ૩.સામુહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકો: તિલકવાડા, જિ-નર્મદા, ૪. ઇનરેકા સંસ્થાન, ટીંબાપાડા, તાલુકો: ડેડીયાપાડા, જિ-નર્મદા, ૫. સેલંબા હાઇસ્કુલ, સેલંબા, તાલુકો: સાગબારા, જિ-નર્મદા પર રકતદાન કેમ્પ થશે.
આ કેમ્પમાં રકતદાન સરકારી કર્મચારી અને તેના પરીવારજનો / મિત્રો સાથે કરી શકે છે તેના માટે પોર્ટલ પર નોંધણી કરાવવાની રહે છે તેમજ વધુમાં વધુ વ્યકિતઓ સાથે મહત્તમ રક્તદાન કરાવવા માટે ભાગ લેવા નર્મદા પોલીસનું આમંત્રણ છે.
 નમો કે નામ મહા રક્તદાન કાર્યક્રમ માટે નોંધણી અવશ્ય કરાવો જેથી વર્લ્ડ રેકર્ડમાં તમારું યોગદાન નોંધાય

(10:38 PM IST)