<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભાણદ્રા ગામની સીમમાંથી રૂ.૨,૭૬,૪૮૦ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી સફળ કામગીરી કરતી એલ.સી.બી.નર્મદા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ પર એલસીબી ટીમ ની બાઝ નજર હોય છે અને તેમના બાતમીદારો નું નેટવર્ક પણ ખૂબ મોટું હોય કોઈપણ ચમરબંધ અંગ્રેજી દારૂ કે અન્ય બે નંબરી ધંધો કરતો હોય તો એલસીબી, નર્મદાથી બચી શકતો નથી, જેમાં હાલ માં ગરુડેશ્વર તાલુકા માંથી અંગ્રેજી દારૂનો મોટો જથ્થો એલસીબી ટીમે ઝડપી સફળ કામગીરી પાર પાડી છે.

   મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કામગીરી કરવા તેમજ  આર.જી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં-વધુ પ્રોહીબીશનના કેસો કરવા ડી.આર.રાઠોડ પો.સ.ઇ.ને સુચનાનાં પગલે એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી. અંગેની વોચ તેમજ પેટ્રોલીંગમાં રાખવા સુચના કરેલ જેના પગલે અ.હે.કો. વિકેશભાઇ દસેરીયાભાઇ તથા વિનોદભાઇ પરાગભાઇ નાઓને સંયુક્ત માહીતી મળેલ કે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારના ભાણદ્રા ગામની સીમમાં એક સ્વીફટ ગાડી નંબર-GJ-34-N-1016 નો ચાલક સંજય ઠુટાભાઇ ભીલ રહે.ઘટોલ ફળીયુ શેડીવાસણ તા.કવાટ જી. છોટાઉદેપુર તથા એક પલ્સર મો.સા.નંબર-GJ-34-R-3349 (પાયલોટ) ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેટલોક જથ્થો ભરી આવી ભાણદ્રા ગામની સીમમાં અવાવરૂ જગ્યામાં ઝાડી જાંખરામાં ઉતારી સંતાડી નાશી જતા એલસીબી ટીમે પ્રોહી. મુદામાલ પ્લાસ્ટીક કવાટર નંગ-૧૪૪૦/- જેની કુલ કિમત રૂપિયા.૨,૭૬,૪૮૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વોન્ટેડ આરોપી : (૧) સંજયભાઇ ઠુટાભાઇ ભીલ (રહે.ઘટોલ ફળીયુ શેડીવાસણ તા.કવાટ જી.છોટાઉદેપુર) (૨) પલ્સર મો.સા નંબર- GJ-34-R-3349 નો ચાલક, (૩) સુરેશ ઉર્ફે સુરી મહેશભાઇ વસાવા (રહે.વાવડી તા.નાંદોદ જી.નર્મદા ) (૪) કરણ ઉર્ફે કડુ રાજેશભાઇ વસાવા (રહે.રાજપીપલા ટેકરા ફળીયા તા.નાંદોદ જી.નર્મદા)
સફર કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી : (૧) આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા.(૨) ડી.આર.રાઠોડ પો.સ.ઇ.એલ.સી.બી.નર્મદા,(૩) અ.હે.કો.વિકેશભાઇ દસેરીયાભાઇ એલ.સી.બી. નર્મદા (૪) અ.પો.કો.વિરલભાઇ કંચનભાઇ એલ.સી.બી.નર્મદા(૫)અ.પો.કો.જયેશભાઇ કાનજીભાઇ એલ.સી.બી. નર્મદા (૬) આ.પો.કો.વિનોદભાઈ પરાગભાઇ એ.એચ.ટી.યુ.નર્મદા નાઓ નો સમાવેશ થાય છે.


 

(10:35 PM IST)