<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધતા નર્મદા નદીમાં 1,41,736 ક્યુસેક પાણી છોડાયું

નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા: 24 કલાકમાં જળસપાટીમાં 9 સેમીનો વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 136.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા છે. 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 9 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે

(8:51 PM IST)