<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

સુરતમાં પ્રતિષ્ટિત બ્રાન્ડની નક્લી બેગ બનાવતા કારખાનું ઝડપાયુ: માલિક સહીત બે લોકો ઝડપાયા

પુમા કંપનીની 272 બેગ, ડિઝલ કંપનીની 60 સ્કૂલ બેગ અને ડિઝલ એડવેન્ચરની 623 મોટી ટ્રાવેલ બેગ જપ્ત

સુરતમાં પ્રતિષ્ઠિત બ્રાન્ડની નકલી બેગ બનાવતા વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કારખાનાના માલિક સહિત બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉધનાની ઉમા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં આવેલા કારખાનામાંથી પ્રતિષ્ઠિત બ્રાન્ડની નકલી બેગ બનાવાઈ રહી હતી. પોલીસે કાર્યવાહી કરતાં કારખાનાના માલિક મહંમદ શહેઝાદ, મહંમદ સત્તાર આલમ અને ઇફતેખાર અહેમદીને ઝડપી પાડ્યા છે. કારખાનામાંથી મોટી સંખ્યામાં નકલી બેગ જપ્ત કરવામાં આવી છે. જેમા પુમા કંપનીની 272 બેગ, ડિઝલ કંપનીની 60 સ્કૂલ બેગ અને ડિઝલ એડવેન્ચરની 623 મોટી ટ્રાવેલ બેગનો સમાવેશ થાય છે. પોલીસે કામગીરી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે


 

(8:33 PM IST)