તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો: બિલ્ડર મનસુખ લાખાણીએ હત્યા કરાવી હોવાનુ તપાસમાં ખૂલ્યુ
હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી થઈ હતી: રૂડાણીએ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી: લાખાણીનો પુત્ર કિંજલ રૂડાણીના પુત્રને સાઇટ પર બેસવા નહોતો દેતો

અમદાવાદઃ અમદાવાદના ઓઢવ વિરાટનગર ખાતે બિલ્ડર હિંમત રૂદાણીની કરાયેલ હત્યા સંદર્ભે નવો ખુલાસો થયો છે બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવી હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે
. બિલ્ડર હત્યા કેસની પોલીસ તપાસમાં સ્ફોટક વિગતો સામે આવી છે. હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી થઈ હતી. આ મુદ્દે રૂડાણીએ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાખાણીનો પુત્ર કિંજલ રૂડાણીના પુત્રને સાઇટ પર બેસવા નહોતો દેતો, બુકિંગ અંગેના નિર્ણય પણ લાખાણીનો પુત્ર કિંજલ લાખાણી જ કરતો હતો. આ વિવાદને લઇને બંને બિલ્ડરો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. જમીન વિવાદમાં હિંમત રૂડાણીની હત્યા થઈ હતી. હત્યા કેસમાં ઓઢવ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
