તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
અમદાવાદ: પાલડી મર્ડર કેસમાં ૭ આરોપીઓની અટકાયત : બે મુખ્ય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાથે ચર્ચા કરીને કેસની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને સોંપી
ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણના નેતૃત્વ હેઠળ પીઆઈ ડી.એમ. પટેલ અને તેમની ટીમે જયેશ ઉર્ફે ચંદુ અને ભાવિક ઉર્ફે ભોલુની ધરપકડ કરી પાલડી પોલીસને સોંપ્યા

રાજકોટ: અમદાવાદના પાલડી વિસ્તારમાં થયેલી ચકચારી હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. આ મામલામાં પોલીસે ૭ આરોપીઓની અટકાયત કરી છે, જેમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાથે ચર્ચા કરીને આ કેસની ઊંડાણપૂર્વક તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણના નેતૃત્વ હેઠળ પીઆઈ ડી.એમ. પટેલ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને જયેશ ઉર્ફે ચંદુ અને ભાવિક ઉર્ફે ભોલુ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પાલડી પોલીસને સોંપવામાં આવ્યા છે.
હવે પાલડી પોલીસ આ આરોપીઓ પાસેથી હત્યા પાછળનો હેતુ અને અન્ય સંડોવાયેલા લોકો વિશેની માહિતી મેળવશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
