<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

સસ્તી ટૂરની બુકિંગથી ચેતજો : અમદાવાદમાં 60 જણાં પાસેથી રૂ 25 લાખથી વધુની રકમ લઇ સંચાલકો ફરાર

કે.સી.હોલીડેઝનો માલિક કિરણ ચૌહાણ કંપની બંધ કરી નાસી ગયો: કુંજ પટેલની ફરિયાદના આધારે સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે

અમદાવાદ :સસ્તી ટૂરની બુકિંગ કરીને ફરવા જતા હો તો ચેતી જજો કારણ કે તમારે સાથે ઠગાઈ થઈ શકે છે. આવી જ ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. જીયા વિદેશી ટૂરના નેજા હેઠળ પ્રવાસના આયોજન કરતી કંપની કે.સી.હોલીડેઝ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરી છે જેમાં એડવાન્સ પૈસા લઇ કંપનીએ ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થઇ ગયા હતા.

અમદાવાદમાં 60 જણાં પાસેથી રૂ 25 લાખથી વધુની રકમ લીધા હતા એમ જાણવા મળે છે. સેટેલાઈટ પોલીસે આ સંબંધમાં તપાસ હાથ ધરી છે. સેટેલાઈટ પોલીસ મુજબ કુંજ પટેલને ઇન્ટરનેટના માધ્મથી જાણવા મળ્યું હતું કે કે.સી.હોલીડેઝ કંપની વિદેશની ટુરનું આયોજન કરે છે અને તેની ઓફિસ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલી છે. 

 

આશરે 1 મહિના પહેલા ફરિયાદી કુંજ પટેલે ઓફિસમાં વિક્રમ કારેલીયાનો સંપર્ક થતાં કારેલીયાએ જણાવ્યું કે સંસ્થા એડવાન્સ બુકીંગમાં થાઈલેન્ડ, દુબઇ લોકોને ટૂર પર મોકલે છે. જેથી ભાવેશ પટેલે ટુર બુક કરાવી કંપનીમાં રૂ. 40 હજાર ટ્રાન્સફર કર્યા હતા. અમદાવાદ ઓફિસે અનેક લોકો ભેગા થયા હતા. ત્યાં જાણવા મળ્યું હતું કે ‘કે.સી.હોલીડેઝનો માલિક કિરણ ચૌહાણ કંપની બંધ કરી નાસી ગયો છે. કુંજ પટેલની ફરિયાદના આધારે સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે. 

(11:05 PM IST)