તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
એકતાનગર શાળામાં આત્મહત્યા નિવારણ વર્કશોપનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પુરુષાર્થ ફાઉન્ડેશન અને GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, રાજપીપળાના માનસિક આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે એકતાનગર સ્થિત સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો. પ્રશાંત ઝરીવાલા, ડો. અમીષા પટેલ તથા તેમની નિષ્ણાત ટીમે વિદ્યાર્થીઓને માનસિક તાણ, ભાવનાત્મક સંતુલન અને સહાય મેળવવાની જરૂરીયાત જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતુ. પુરુષાર્થ ફાઉન્ડેશન તરફથી કૃપલ વૈધ ઉપસ્થિત રહ્યા હતા અને આત્મહત્યા નિવારણમાં સમાજની સહભાગિતા અંગે ચર્ચા કરી હતી.
આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
