તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
તલાટી ભરતીને લઈ એક મોટી અપડેટ : નાની નાની ભૂલો પડી શકે ભારે :અરજીને બનાવી શકે અમાન્ય
સરકારી નોકરી માટે ઉત્સુક હજારો ઉમેદવારો પોતાના ફોર્મ ભરવામાં જ તદ્દન બેદરકાર સાબિત થયા: કુલ 10,045 ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિવિધ પ્રકારની ભૂલો કરી

ગાંધીનગર : તલાટી ભરતીને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરાયેલી તલાટી ભરતી પ્રક્રિયા દરમિયાન ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. સરકારી નોકરી માટે ઉત્સુક હજારો ઉમેદવારો પોતાના ફોર્મ ભરવામાં જ તદ્દન બેદરકાર સાબિત થયા છે. કુલ 10,045 ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિવિધ પ્રકારની ભૂલો કરી હોવાનું જાણવા મળ્યું છે
તલાટી ભરતીમાં ઉમેદવારોની સામાન્ય લાગી શકે તેવી ભૂલો જેમ કે ખોટી વિગતો, અપૂર્ણ સરનામું કે યોગ્ય ફોટો ન જોડવો તેમની અરજીને અમાન્ય બનાવી શકે છે. આવી અસાવધાની ઉમેદવારોને નોકરી મેળવવાની તકથી વંચિત રાખી શકે છે.
2,366 ઉમેદવારોએ યોગ્ય ફોટો અપલોડ કર્યો નથી, જેના કારણે તેમની ઓળખ પકડવી મુશ્કેલ બની શકે છે. 4,749 ઉમેદવારોએ પોતાનું સરનામું યોગ્ય રીતે ભરી ન શક્યા, જે દસ્તાવેજી પ્રક્રિયામાં મોટી ખામી તરીકે ગણાય. 1,009 ઉમેદવારોએ ખોટી માહિતી આપી છે, જેને કારણે તેમની નૈતિકતા અને પાત્રતા પર પણ પ્રશ્ન ઊભા થાય છે. 1,921 ઉમેદવારોએ એકથી વધુ વાર ફોર્મ ભર્યા છે, જે નિયમ વિરુદ્ધ છે અને અરજીઓ રદ્દ થવાની શક્યતા વધારે છે.
હવે આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, ઘણા ઉમેદવારોમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત અને પાત્રતા હોવા છતાં માત્ર ફોર્મ ભરવામાં કરેલી ભૂલોના કારણે તેઓ નિસ્કાસિત થઈ શકે છે. આવા સમયમાં જ્યારે સરકારી નોકરીઓ માટે સ્પર્ધા ખૂબ તેજ બની છે, ત્યારે આવું બેદરકાર વલણ ચિંતાજનક છે. તલાટી ભરતી માટે મંડળ દ્વારા કડક ચકાસણી પ્રક્રિયા અમલમાં મુકાઈ છે, જેમાં દરેક ફોર્મને વિવાદરહિત રીતે ચકાસવામાં આવી રહ્યું છે. પરિણામે જેમણે નિયમભંગ કર્યો છે કે ખામીવાળું ફોર્મ ભરી છે, તેઓ પ્રાથમિક તબક્કામાં જ બહાર થઈ જશે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
