તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
અમિત ચાવડાનો નામ લીધા વિના અર્જુન મોઢવાડિયા પર પ્રહાર : કોંગ્રેસના પદોનો લાભ લઈ ભાજપમાં ગયા, આજે હાલત જગજાહેર
ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, "ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. તેમની અંદર ગેંગવોર જેવી સ્થિતિ ચાલી રહી છે.

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. નામ લીધા વિના પૂર્વ કોંગ્રેસ નેતા અને હાલ ભાજપના નેતા અર્જુન મોઢવાડિયા પર નિશાન સાધતા ચાવડાએ જણાવ્યું કે, "કેટલાક લોકોને કોંગ્રેસે મોટા પદો આપ્યા, વર્ષો સુધી હોદ્દા પર રાખ્યા પરંતુ તેમણે કોંગ્રેસ દ્વારા ઓળખ બનાવીને ભાજપમાં જોડાઈ ગયા. આજે તેમની હાલત શું છે, એ સૌ કોઈ જાણે છે." આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
અમિત ચાવડાએ અર્જુન મોઢવાડિયાનું નામ લીધા વિના તેમના પર તીખી ટીકા કરી હતી. ચાવડાએ કહ્યું, "કોંગ્રેસે કેટલાક નેતાઓને મોટા પદો આપ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ તેમણે પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ તેમણે પક્ષ છોડી ભાજપનો દામન પકડી લીધો હતો. આજે તેમની હાલત ગુજરાતની જનતા સામે સ્પષ્ટ છે." આ નિવેદન અર્જુન મોઢવાડિયા પર સીધો હુમલો માનવામાં આવે છે, જેમણે 2024માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. મોઢવાડિયા કોંગ્રેસમાં ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, "ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. તેમની અંદર ગેંગવોર જેવી સ્થિતિ ચાલી રહી છે." તેમણે આગળ કહ્યું કે ભાજપમાં જૂથબંધી અને આંતરિક લડાઈઓથી પાર્ટીનું સંગઠન નબળું પડી રહ્યું છે. આ ટિપ્પણી ભાજપના અંદરની રાજકીય ગતિવિધિઓ અને નેતાઓ વચ્ચેના સંઘર્ષોનો ઉલ્લેખ કરે છે, જેમાં મોઢવાડિયા જેવા નવા જોડાયેલા નેતાઓની ભૂમિકા પણ ચર્ચામાં છે.
ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતાં નેતાઓને સારા પદ્દો આપવા બાબતે રાજકીય કાવાદાવા સામે આવ્યા હતા. તે વખતે બીજેપીના ટોચના નેતૃત્વ ઉપર એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં હતા કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા લોટ ખાય, એટલે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મસમોટા પદ્દો તો વર્ષોથી ભાજપમાં રહીને મહેનત કરતાં નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના પાયાના કાર્યકર્તાઓએ પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો વર્તમાન સમયમાં પણ કોંગ્રેસી નેતાઓ દ્વારા બીજેપીમાં જઈને પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે, તેને લઈને અંદરોદર ડખા પડી રહ્યા હોવાના સમાચાર સમાયાંતર સામે આવતા રહ્યાં છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
