<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

વલસાડના અબ્રામા રોડ પર કારચાલકે આતંક મચાવ્યો : રખડતા ઢોર ,રાહદારી અને વાહનચાલકોને અડફેટે લીધા

નશામાં ધૂત કારચાલક ઘટના બાદ ફરાર થવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડીને ચખાડ્યો મેથીપાક

વલસાડના અબ્રામા રોડ પર નશામાં ધૂત કારચાલકે અફરાતફરી મચાવી હતી. ધરમપુર ચોકડીથી શરૂ થઈને વલસાડના ઓવરબ્રિજ સુધી કારચાલકે બેફામ રીતે કાર હંકારી હતી . પહેલા તેણે રખડતા ઢોરને ટક્કર મારી, ત્યારબાદ રાહદારી અને વાહનચાલકોને પણ અડફેટે લીધા હતા 

 આ ઘટનાના પગલે લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. નશામાં ધૂત કારચાલક ઘટના બાદ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડીને ધોલાઈ આપી અને ચખાડ્યો મેથીપાક. ત્યારબાદ માહિતી મળતાં વલસાડ સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારચાલકને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે 

(11:45 AM IST)