<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

શનિવારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર, બાવળા, સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સંબંધિત અધિકારીઓ, નેતાઓ સાથે બેઠક કરશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 13 સપ્ટેમ્બરનાં રોજ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવવાના છે. જો કે, આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં આવ્યા છે. પોતાનાં મતવિસ્તાર ગાંધીનગર , બાવળા, સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સંબંધિત અધિકારીઓ, નેતાઓ સાથે બેઠક કરશે એવી માહિતી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસની ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે, આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ એક્શનમાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા હેઠળની મનપા, બાવળા અને સાણંદમાં વરસાદી પાણી ભરવાની અને ગટરની સમસ્યાને લઈ ખુદ સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં આવ્યા છે. માહિતી છે કે 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદનાં સર્કિટ હાઉસ ખાતે મહત્ત્વની બેઠક યોજશે.

માહિતી મુજબ, પોતાનાં ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ 14 સપ્ટેમ્બરે સંબંધિત અધિકારીઓ, નેતાઓ સાથે આ બેઠક કરશે અને લોકોની સમસ્યાનો જલદી ઉકેલ અને નિરાકરણ લાવવા નિર્દેશ આપશે.  સાંજે અમિતભાઈ શાહ અમદાવાદ પહોંચશે. 14 મીનાં રોજ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

(12:43 AM IST)