તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના ૧૦ નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી : ઉદ્યોગ અને ખાણ, આરોગ્ય, અને તકેદારી આયોગ સહિતના વિભાગોમાં ફાળવણી
જુઈ રાઠોડ, યોગેશ ચૌધરી, ગૌરાંગ સાવલિયા, તુષાર વરીઆ, રાહુલ દેસાઈ, અનિરુદ્ધસિંહ સોલંકી, ભાગ્યેશકુમાર રાવળ, પૂજાબેન દેસાઈ, ધવલકુમાર ગરચર અને સાગરકુમાર માલની સેવાઓ નવા વિભાગોમાં ફાળવવામાં આવી : ત્વરિત અમલ કરવા આદેશ

ગાંધીનગર: રાજ્ય સરકારે વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી સચિવાલય સંવર્ગમાં ફરજ બજાવતા ૧૦ નાયબ સેક્શન અધિકારીઓ, વર્ગ-૩, ની તાત્કાલિક અસરથી બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીઓમાં અધિકારીઓને તેમના વર્તમાન વિભાગોમાંથી નવા વિભાગોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
બદલીના આદેશ મુજબ, જુઈ પ્રવીણભાઈ રાઠોડને સામાન્ય વહીવટ વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન પ્રભાગ)માં, યોગેશકુમાર દલુભાઈ ચૌધરીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં, અને ગૌરાંગ મણિલાલ સાવલિયાને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી ગુજરાત તકેદારી આયોગમાં ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, તુષારકુમાર ચંદ્રકાંતભાઈ વરીઆની કાયદા વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન પ્રભાગ)માં, રાહુલકુમાર અર્જુનભાઈ દેસાઈની સામાન્ય વહીવટ વિભાગમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં, અને અનિરુદ્ધસિંહ મહોબતસિંહ સોલંકીની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી થઈ છે.
ભાગ્યેશકુમાર રમેશચંદ્ર રાવળને કાયદા વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન પ્રભાગ)માં, પૂજાબેન ગંગારામભાઈ દેસાઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન પ્રભાગ)માં, ધવલકુમાર ડાયાભાઈ ગરચરને ગુજરાત તકેદારી આયોગમાંથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં, અને સાગરકુમાર પ્રતાપભાઈ માલને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાંથી ગુજરાત તકેદારી આયોગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
સરકારના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારીને આ બદલી અંગે કોઈ રજૂઆત હોય, તો પણ તેમણે પ્રથમ બદલીવાળી જગ્યાએ હાજર થઈને પછી સામાન્ય વહીવટ વિભાગને રજૂઆત કરવાની રહેશે. આ ઉપરાંત, ગૌરાંગ સાવલિયા અને સાગરકુમાર માલની પ્રતિનિયુક્તિના કિસ્સામાં, તેમનો સેવા વિષયક બાબતોનો વિભાગ તેમના નવા વિભાગ તરીકે ગણાશે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
