News of Friday, 12th September 2025
"એસટી અમારી સલામત સવારી" સૂત્ર ના ધજાગરા ઉડાડતી ઘટના: કુકરમુંડાથી સુરત જતી બસ સાગબારા પાસે પલ્ટી ખવડાવાની ઘટનામાં બસ ચાલક નશેડી નિકળ્યો
અંકલેશ્વર ડેપોની આ બસનો ચાલક નશાની હાલતમાં બસને બેફામ હંકારતા બસ પલટી મારતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ: નસો કરી મુસાફરોના જીવ ને જોખમમાં મૂકનાર ચાલકને ત્યાં એકઠા થયેલા લોકટોળાએ મેથીપાક ચખાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઘનશેરા નર્સરી પાસે હાઇવે રોડ પર પલટી મારેલી એસટી બસનો ચાલક નાશની હાલતમાં મળતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ બસના કન્ડક્ટર હસુભાઇ સામજીભાઇ (જાતે-વસાવા ) ( રહે.વાડી (ડેરા ફળીયું) તા.ઉમરપાડા જી.સુરત) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ સરકારી એસ.ટી બસ નં.GJ-18-Z-7738 ના ચાલક ધર્મેન્દ્રભાઈ નારસિંગભાઇ વસાવા બેઝ નં.૧૦૫૪૯ (હાલ ફળીયું,તા.દેડીયાપાડા.જી.નર્મદા મુળ રહે.મોસ્કુટ તા.દેડીયાપાડા) એ પોતાના કબજામાની એસ.ટી.બસ નશો કરેલી હાલતમા પુર ઝડપે ચલાવી લાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ઘનશેરા ગામ પાસે આવેલ સામાજીક વનિકરણ નર્સરી પાસે હાઇવે રોડ પર ખાડામાં પલ્ટી ખવડાવી બસની અંદર બેસેલ આઠ પેસેન્જરોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે. જોકે ત્યાં એકઠા થયેલા લોકટોળામાંથી કેટલાક લોકો એ નશેડી ચાલક ને ફટકાર્યો હોવાની પણ વાત જાણવા મળી છે
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
