<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

નર્મદા જિલ્લામાં બે આધેડ વ્યક્તિઓના મોત : એક વિશાલખાડી જળાશયમાં સ્નાન કરવા જતા ડૂબી ગયા, બીજાનું સાપ કરડતા મોત નીપજ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં બે અલગ અલગ ઘટનામાં બે આધેડ વ્યક્તિઓના મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે

     મળતી માહિતી અનુસાર પ્રથમ ઘટનામાં મરનાર દાદુભાઇ બચલભાઇ વસાવા( ઉં.વ.આ-૫૦ )(રહે. ખુટાઆંબા પૂર્વ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા)  નાઓ ગઇ તા.૧૦/૦૯/૨૦૨૫ ના સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી વિશાલખાડી વિસ્તારમાં દાતા કોતર પાસે કરજણ જળાશયના પાણીમાં નહાવા માટે ગયેલ તે વખતે ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું. તેમનો મૃતદેહ તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ મળી આવ્યો હતો.
    જ્યારે બીજી ઘટનામાં મરનાર જયંતીભાઇ સોમાભાઇ તડવી (ઉ.વ.૭૦ ) ( રહે.ટીમરવા ટેકરા ફળીયું તા.ગરૂડેશ્વર, જી.નર્મદા)  નાઓ તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારના આશરે સાડા છએક વાગે પોતાના ઘરના આંગણામાં આવેલ શાકભાજી વાળા ખેતરમાં નીંદણકામ કરતા હતા તે વખતે કોઇ ઝેરી સાપે ડંખ મારતા પ્રાથમિક સારવાર અર્થે ગરૂડેશ્વર સરકારી દવાખાને લઇ આવેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે રિફર કરેલ હતા ત્યાં તા-૧૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૧/૩૦ વાગે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા ઉપરોક્ત બંને ઘટના માં રાજપીપળા અને ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.


 

(9:35 PM IST)