<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે જિલ્લાકક્ષાનો ભૂલકા મેળો યોજાયો

જિલ્લાના પાંચેય ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા પોષક વાનગીના સ્ટોલનું મહાનુભાવોએ નિરિક્ષણ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ "પા પા પગલી "અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઇ તડવીની અધ્યક્ષતામાં ભૂલકા મેળો યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ભીમસિંગભાઈ તડવી એ જણાવ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં સૌથી ઉચ્ચ કોટિનું સ્થાન રહેતું હોય તો તે ગુરૂજનોનું હોય છે. આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાંઓને માતા-પિતા કરતાં વધુ હેત વરસાવી પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી દેશના ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબજ કઠિન કાર્ય કરી રહ્યાં છે તે પ્રસંશનીય અને ખરેખર મૉં - ગુરૂ કરતાં વધુ ઉચ્ચ સ્થાને રહ્યાં છે. નાના ભૂલકાંઓને શિક્ષણ આપવું ખૂબજ કપરું હોય છે ત્યારે નાના ભૂલકાંના માતા-પિતાએ આંગણવાડી કાર્યકર બહેનો ઉપર ભરોષો રાખી તેમના બાળકોને સોંપતા હોય છે, જેનું પરિણામ આજે આ સ્ટેજ પર બાળકો દ્વારા પ્રસ્તૃત થયેલી વિવિધ કૃતિના માધ્યમથી જોવા મળ્યું છે. ભૂલકાં મેળાના આયોજન થકી દેશના ભાવિને સાચી દિશા આપવાનું કામ થઈ રહ્યું છે. બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે.
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ઇન્ચાર્જ આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર ડો.જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, આ મેળા અંતગર્ત નાના બાળકો માટે ભૂલકા મેળાનું આયોજન કરી વિવિધ ઉપકરણો આંગણવાડી બહેનો દ્વારા બનાવેલા ઘટકો જેના થકી બાળકોને  તાલીમ આપવા માટે  અને પ્રી-સ્કૂલ ટ્રેનિંગ કઈ રીતે આપવી એ અંગે નિદર્શન કરવામાં આવ્યું અને ઉપરાંત જુદા-જુદા ઘટકોએ આંગણવાડીમાં મોડ્યૂલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મેળા થકી બાળકોના ઘડતર અને સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો કરાઇ રહ્યાં છે. તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
   આ ભૂલકાં મેળામાં જિલ્લાના પાંચેય ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેનું મહેમાનો દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું

(9:27 PM IST)