તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
વડોદરામાં નકલી પોલીસ અને કથિત પત્રકારે ખોટા ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી ભંગારના વેપારી પાસેથી 1.10 લાખ પડાવ્યાં
ચોરીનો સામાન છે ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી 5 લાખની માંગણી કરી કહ્યું “સાહેબ નવા છે અને બહુ કડક છે

વડોદરા : શહેરના ભંગારના વેપારીના ગોડાઉનમાં ઘૂસી જઇ જી.એસ.ટી અને ચોરીનો માલ હોવાનું જણાવી પોલીસ અને કહેવાતા પત્રકારે ખોટા ગુનામાં ફસવાની દેવાની ધમકી આપી રૂ. 5 લાખની માગણી કરી હતી. વેપારી પાસેથી આ ગેંગે ટુકડે ટપકડે રૂ. 1.10 લાખ પડાવી લીધા હતા. જોકે આ સમગ્ર મામલો આખરે વાડી પોલીસ સ્ટેશને પહોંચે અસલી પોલીસ નકલી પોલીસ અને કહેવાતા પત્રકાર મળી કૂલ પાંચ ઠગોની ધરપકડ કરી છે.
શહેરના વાડી પોલીસ સ્ટેશન ખાતે ભંગારના વેપારી મહમદ ઉવેશ ઇસ્લામુદિન મલેકે નોંધાવેલી ફરીયાદ મૂજબ, તેઓ ગત તા. 26 જાન્યુઆરીના રોજ સાંજના સમયે મિત્ર દેવ ઠક્કર અને મોઇન દીવાન સાથે ગોડાઉનમાં પર હતા. ત્યારે અચાનક ફોર્મલ કપડામાં બે લોકો ગોડાઉનમાં આવી ઇલેક્ટ્રોનિકનો ભંગાર જોઇ કહેવા લાગ્યા કે આ ચોરીનો માલ છે અને જી.એસ.ટીનું બિલ તથા માલનુ બિલ માગવામાં લાગ્યા હતા.
જેથી મહમદ ઉવેશે તેમણે જણાવ્યું કે, મારો ધંધો રૂ. 5 લાખની વધારે નથી એટલે જી.એસ.ટીનુ બિલ નથી. ત્યારબાદ આ બન્ને ગોડાઉનમા પડેલા સામાનની વીડિયોગ્રાફી કરવા લાગ્યા ત્યારે વેપારીએ પુછ્યું તમે જી.એસ.ટીના અધિકારી છો ? ત્યારે પોતે વાડી પોલીસ સ્ટેશનના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી કહેવાતા પત્રકારને માઇક અને કેમેરા બેગ સાથે ગોડાઉન પર બોલાવી લીધો હતો. આમ આ ટોળકીએ ભેગા થઇ વેપારીને ગુનામાં ફીટ કરવાની ધમકી આપી બિભત્સ ગાળો ભાંડી અને પ્રેસમાં આવશે તેની ધાક બતાવી રૂ. 60 હજાર લઇ નિકળી ગયા હતા.
ત્યારબાદ ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ આ ટોળકી ફરી વેપારીના ગોડાઉન પર પહોંચી અને જણાવ્યું કે, આ સાહેબ નવા આવ્યાં છે અને બહુ કડક સ્વભાવના છે તેમ કહીં ગોડાઉનનો સામાન જમા લેવાની ધમકી આપી રૂ. 5 લાખની માંગણી કરી રૂ. 50 હજાર કઢાવી લીધા હતા. આ ટોળકીતી ત્રસ્ત થઇ વેપારીએ આખરે વાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે નકલી પોલીસ અને કહેવાતા પત્રકારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રોકડ રકમ સહિત કૂલ રૂ. 2,40,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભંગારના વેપારી મહમદ ઉવેશના મિત્ર મોઇન આશીફસા દીવાન આ ઘટના સમયે સાથે જ ગોડાઉન પર બેઠા હતા. કોઇને શંકા પણ ન જાય એ રીતે આ ગેંગને નકલી પોલીસ તરીકે ઓળખ આપવાનું કહીં કહેવાતા પત્રકારને પણ બોલાવી તોડ કરવાનો પ્લાન ઘડ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતુ.
1) મોઇન આશીફસા દીવાન (રહે. ફાતીમા હાઇટ્સ સોસા. તાંદલજા) – પ્લાન ઘડનાર વેપારીનો મિત્ર
2) પોલીસ તરીકે ઓળખ આપનાર (સનસની ક્રાઇમ ન્યૂઝના કહેવાતા તંત્રી) – દિનેશ નથુરાવ હીરે (રહે. ચામુંડાનગર, આજવા રોડ)
3) સનસની ક્રાઇમ ન્યૂઝના કહેવાતા સહ તંત્રી – સલીમ સીદીકભાઇ શેખ (રહે. સંગમ ક્વાટર્સ આજવા રોડ)
4) પોલીસ અધિકારી તરીકે ઓળખ આપનાર – તજ્જમુલઅલી ઉર્ફે લાલુ આરિફઅલી સૈયદ (રહે. તબ્બસુમ પાર્ક તાંદલજા)
5) પોલીસ અધિકારી તરીકે ઓળખ આપનાર, નિવૃત પોલીસ કર્મચારી – હર્ષદભાઇ લીંબાભાઇ ગોહીલ (રહે. વૈકુંઠધામ સોસાયટી મકરપુરા એરફોર્સની બાજુમાં)
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
