News of Friday, 12th September 2025
જગન્નાથ પુરીની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથામાં ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા
ધારાસભ્ય હાર્દિક પટેલે ભગવાન જગન્નાથ મંદિરે પૂજા અર્ચના કરી : ભગવાન જગન્નાથ વિરમગામ વિધાનસભા સૌ લોકોની કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના બહુચર મંડળ (ચુંવાળ ૭૨ સમાજ) દ્વારા જગન્નાથ પુરીની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે ધારાસભ્ય હાર્દિક પટેલ ઓડિશા રાજ્યના જગન્નાથ પુરીમાં ભાગવત કથામાં હાજરી આપીને બહુચર મંડળના ભાઈઓ બહેનોને મળ્યા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલે ભગવાન જગન્નાથ મંદિરે પૂજા અર્ચના કરી હતી અને ભગવાન જગન્નાથ વિરમગામ વિધાનસભા સૌ લોકોની કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જગન્નાથ પુરીમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર કૃણાલભાઈ જોશી દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
