<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ચરાડવામાં પૂ. દયાનંદગીરીબાપુની અંતિમ ઇચ્‍છાનુસાર યોજાનાર રામ કથાનું ભૂપેન્‍દ્રભાઇ પટેલને આમંત્રણ પાઠવતા પૂ.અમરગીરીબાપુ

રાજકોટ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્‍ય ભાવિકોના આસ્‍થા સમાન શ્રી મહાકાળી માતાજી મંદિર અને બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીબાપુના આશ્રમે આગામી દિવસોમાં કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના માટેનું આમંત્રણ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને ચરાડવાના મહંત પૂ. અમરગીરીબાપુ, ગુરૂ દયાનંદગીરીબાપુએ પાઠવ્‍યું હતું. મોરબીના ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતીયાની આગેવાનીમાં પૂ. અમરગીરીબાપુએ આમંત્રણ પાઠવતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે આમંત્રણનો સ્‍વીકાર કર્યો હતો. આ અંગે મોરબીના ધારાસભ્‍ય શ્રી કાંતિલાલ અમૃતિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે બ્રહમલીન પૂ. દયાનંદગીરી બાપુની કથા કરવાની ઇચ્‍છા હતી જેથી આગામી દિવસોમાં કથાનું ભવ્‍ય આયોજન કરાયું છે અને આ માટે પૂ. દયાનંદગીરીબાપુએ મંડપ, ભોજન સહિતની બાબતો અંગે તમામ વ્‍યવસ્‍થા પણ કરાવી હતી,  પરંતુ  પૂ. દયાનંદગીરીબાપુએ વિદાય લઇ લેતા હવે  આ કથાનું આયોજન પૂ. અમરગીરીબાપુના સાંનિધ્‍યમાં કરવામાં આવશે.  મોરબીના લોકપ્રિય ધારાસભ્‍ય કાંતિભાઇ અમૃતીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે આ  તકે  હળવદના ધારાસભ્‍ય પ્રકાશભાઇ વરમોરા, પ્રવિણભાઇ સોનાગરા,  તપનભાઇ દવે  તથા  પૂ. દયાનંદગીરી બાપુ તથા પૂ. અમરગીરીબાપુના સેવકો સહિતના ઉપસ્‍થિત રહ્યા  હતા. પૂ. દયાનંદગીરીબાપુની પ્રતિમા મોરબી ખાતે તૈયાર થઇ રહેલા ‘‘નમોવન'' માં મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ નમોવનનું આગામી દિવસોમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વર્ચ્‍યુઅલી અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે.  શ્રી ચરાડવા મહાકાળી આશ્રમ (મો. ૯૪ર૯૬ પ૦પ૧પ) મોરબી થી હળવદ જતા, મોરબીથી રપ કિ.મી. દૂર ચરાડવા ગામથી ૩ કિ.મી. દૂર, દેવળીયાના રસ્‍તે આવે છે.  

(3:50 PM IST)