News of Friday, 12th September 2025
અમદાવાદ - પાલડી ખાતે અતિ ક્રૂર હત્યા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ : અમદાવાદના પાલડીમાં નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. જેમાં નૌશલ ઠાકોર નામના યુવકની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેઝ સામે આવ્યા છે. પાલડી પોલીસ મથક નજીક આ ઘટના બની છે. જેમાં ભઠ્ઠા ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે. તેમાં ૬ થી ૧૦ શખ્સો ધોકા અને હથિયારો વડે તૂટી પડેલ અને હત્યા નિપજાવી છે. તેમજ હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતક પર ગાડી ફેરવી દીધી હતી. ઘાતકી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર થયા છે. તેમજ ૧૦ જેટલા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો છે. તથા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન પાસે આવેલ ભઠ્ઠા ચાર રસ્તા પાસે એક નામચીન યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હતી.
વહેલી સવારે ૩:૩૦ વાગ્યાની આસપાસ પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈશલ અંજલી ફલાય ઓવરબ્રિજ નીચે પહોંચ્યો હતો. ત્યારે બીજી કારમાં આવેલા હત્યારાઓએ તેની કારને ટક્કર મારી હતી. તેમજ તેની બાદ ગાડીની બહાર આવીને છરી અને ઘાતક હથિયારોના ઘા માર્યા હતા . તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અગાઉ પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલ શહિદ સ્મારક પાસે ૪ લોકોએ અલ્પેશ દેસાઇ નામના યુવક સાથે ઝઘડો કરી તેના પર કાર ચઢાવી તેનું મોત નિપજાવી દીધું હોવાની ઘટના પણ સામે આવી હતી.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
