તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
પટેલ સરકારના ૪ વર્ષના લેખા-જોખા ગુજરાત વિકાસ યાત્રાને સતત વેગ

વાપીઃ (જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, તેમના સફળ શાસનના ચાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ અને ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાતની વિકાસ યાત્રાને ફરીથી વેગ આપતાં, તેમની સરકારે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. સુશાસન અને વિકાસના મંત્ર સાથે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવા માટે તેઓ સતત પ્રયાસરત છે.
વિકાસના મુખ્ય માપદંડો પર ગુજરાતનું પ્રદર્શનઃ વિકાસના માપદંડોમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) અને માથાદીઠ આવક બંનેમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, આવકવેરાની વસૂલાતમાં પણ ગુજરાત દેશમાં ચોથા ક્રમે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાયકાઓથી ચાલી રહેલા પ્રયાસો અને છેલ્લા અગિયાર વર્ષથી તેઓ વડાપ્રધાન હોવાથી ગુજરાતને વિકાસનો બમણો લાભ મળી રહ્યો છે. વડોદરામાં ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્સ બાદ હવે ડીસામાં રૂપિયા ૧૦૦૦ કરોડના ખર્ચે નવું એરફોર્સ સ્ટેશન અને રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવી રહ્યું છે.
પાયાના માળખાકીય સુવિધાઓ અને નવા આયોજનોઃ રાજ્યમાં અનેક નવા આયોજનો થઈ રહ્યા છે, જેમાંથી એક છે પોરબંદરના બરડા પંથકમાં એશિયાઈ સિંહો માટેનું નવું રહેઠાણ. અહીં સિંહો ઉપરાંત દીપડા, જંગલી બિલાડી, હરણ, સાબર, નીલગાય સહિત ૨૬૯ પ્રકારના પક્ષીઓને પણ આશ્રય મળશે. આ ઉપરાંત, દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથેની કનેક્ટિવિટી વધશે. હાલમાં, ગુજરાતમાં ૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ કાર્યરત છે.
પટેલ સરકાર શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને માળખાકીય સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ૮૮થી વધુ મોડેલ સ્કૂલોનું નિર્માણ થયું છે.
નવી નીતિઓ અને સિદ્ધિએ૫૨૭
: છેલ્લા ચાર વર્ષમાં, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને જી-૨૦ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સનું ગુજરાતમાં સફળતાપૂર્વક આયોજન થયું છે. નાગરિકોના હિત માટે અનેક નવી નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ગુજરાત આત્મનિર્ભર પોલિસી, બાયોટેકનિકલ પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી અને ગ્રીન હાઈડ્રોજન પોલિસી જેવી અનેક મહત્વપૂર્ણ પહેલોનો સમાવેશ થાય છે.
ગુજરાત, વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયને આઈ.એસ.ઓ. ૯૦૦૧: ૨૦૧૫ સર્ટિફિકેટ પણ મળ્યું છે. ટકાઉ વિકાસના ધ્યેયના સૂચકાંકમાં આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીના ક્ષેત્રે ગુજરાત સતત બીજી વખત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું છે. યુવાનો અને રમતગમતને પ્રોત્સાહનઃ યુવા વિકાસ માટે પણ સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ, ગુજરાત છેલ્લા ચાર વર્ષથી સતત દેશમાં પ્રથમ ક્રમે છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભની પરંપરા ચાલુ રાખવામાં આવી છે અને રાજ્યના ૨૨ જિલ્લાઓમાં રમત સંકુલ કાર્યરત છે. સરકાર ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહી છે.
આમ, અનેક ક્ષેત્રોમાં ગુજરાતને સતત આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ખૂબ ખૂબ અભિનંદન.(૩૮.૪૨)
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
