<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

૨૯મીએ PM ભાવનગરમાં, અભેદ સુરક્ષા ચક્ર રચાશે

વડાપ્રધાન અને કેન્‍દ્રીય ગૃહમંત્રીની મુલાકાતોના વધતા દોરમાં વધુ એક વધારો, રાજકીય નિરીક્ષકોના મતે ગુજરાતમા કોઈ મોટું થવાના ભાગરૂપ માની રહ્યા છે આજે સાંજે ભાવનગર રેન્‍જ હેઠળના ત્રણ જિલ્લાના spની તાકીદની બેઠક યોજતા રેન્‍જ વડા ગૌતમ પરમાર..ડીજી ઓફિસ દ્વારા વધારાનો ફોર્સ મોકલવા નિર્ણય:ભાવનગર એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા એરપોર્ટ સહિત સ્‍થળોની રેકી, દિલ્‍હીથી spg ટીમો આવી રહી છે... તડામાર તૈયારીઓ

 

રાજકોટ તા.૧૨: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહની ગુજરાતની વધતી જતી મુલાકાત સંદર્ભે  વડાપ્રધાન ૨૦ મી તારીખે સૌરાષ્‍ટ્રના ભાવનગર આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાત મેરી ટાઈમ બોર્ડ (GMB) દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત કરવાના હોવાનું સૂત્રો જણાવે છે. વડા પ્રધાનની મુલાકાત સંદર્ભે ભાવનગર રેન્‍જ વડા ગૌતમ પરમાર દ્વારા રેન્‍જ હેઠળના તમામ એસપીની એક તાકીદની બેઠક આજે સાંજે રાખી છે. પોલીસ તંત્ર દ્વારા એરપોર્ટ સહિત સ્‍થળોની રેકી કરવામાં આવી રહી છે. સ્‍ટેટ ib પણ આ કાર્યક્રમ સંદર્ભે એક્‍ટિવ બની છે.

ભૂતકાળમાં વડાપ્રધાન બંદોબસ્‍તમાં મહત્‍વની જવાબદારી સંભાળી ચૂકેલા દેવભૂમિ દ્વારકાના પૂર્વ એસપી અને હાલ ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેજીએ  પણ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર પોલીસ તંત્રને એલર્ટ મોડમાં મૂકયું છે. વડાપ્રધાનના આગમનથી અર્થાત્‌ એરપોર્ટથી તમામ કાર્યક્રમ સ્‍થળોનો ચકાસણી ટીમ સાથે રાખી કરી રહ્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત દિલ્‍હીથી સ્‍પેશ્‍યલ પ્રોટેક્‍શન ગ્રુપના વડા વિશેષ ટીમો સાથે ભાવનગર આવશે. વડાપ્રધાન કાર્યાલય કલેક્‍ટર,મ્‍યુનિસિપલ કમિશનર વિગેરે સાથે સતત કોન્‍ટેક્‍ટમાં રહી તમામ વિગતો મેળવી રહી છે, આ મુલાકાતીઓને રાજકીય નિરીક્ષકો કોઈ મોટા પ્‍લાન અંતર્ગતનો ભાગ માની રહ્યા છે.

(3:24 PM IST)