<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સ્‍વામિનારાયણ ભગવાનની જન્‍મભૂમિ છપૈયામાં રાજકોટ ગુરૂકુલના સંતોની કથા

સુરત, તા. ૧ર : શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતોની ભગવાન શ્રી સ્‍વામિનારાયણની પ્રાગટયભૂમિ છપૈયા ગામમાં ૨૯૬ મી કથાનો પ્રારંભ થયો છે. આચાર્યશ્રી અયોધ્‍યાપ્રસાદજી મહારાજે બંધાવેલ શિખરબધ્‍ધ મંદિરમાં પોથીજીનું પૂજન કરવામાં આવેલ. સભાખંડમાં સુરતના ભીખાભાઈ સુતરિયા પરિવારના સભ્‍યો સાથે સુરત ગુરુકુલના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી, પ્રભુસ્‍વામી, શ્વેત વૈકુંઠ સ્‍વામી વગેરે સંતોએ દીપપ્રાગટય કરેલ.

કથાના પ્રારંભે છપૈયા મંદિરના મહંત સ્‍વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી તથા શ્રી સુરતથી પધારેલ શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ કહેલ કે છપૈયાધામ સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાયના ભક્‍તોનું તીર્થધામ છે. આચાર્ય શ્રી કૌશલેન્‍દ્રપ્રસાદજી મહારાજની નિશ્રામાં જીર્ણોધ્‍ધાર થઈ રહેલ છે. અયોધ્‍યા રામજન્‍મભૂમિ દર્શનાર્થે આવતા ભાવિકો છપૈયા આવી રહ્યા છે. યોગી આદિત્‍યનાથજીએ આ તીર્થને યાત્રાધામમાં સમાવેશ કરેલ છે.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવ દાદાના ૨૩૩ મા શ્રાદ્ધ પર્વે ગુજરાત માંથી પધારેલા ભક્‍તોએ ૨૩૩ વાનગીઓનો અન્નફૂટ ધરાવેલ. જન્‍મભૂમિ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્‍યામ મહારાજ સન્‍મુખ નિવેદિત થયેલ અન્નકૂટની આરતી સવારે ૯-૦૦ કલાકે ઉત્તારવામાં આવેલ. આ પ્રસંગે પૂજારી શ્રી હરિદર્શન સ્‍વામીએ કહેલ કે આવી રમણીય વાનગીઓ ગુજરાતથી ભક્‍તો બનાવીને લાવ્‍યા તેવો આ પ્રથમ અન્નકૂટ છે.

પ્રભુ સ્‍વામીના જણાવ્‍યાનુસાર રાજકોટ ગુરુકુલના શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી સહિત ૭૦ સંતો, ૨૫ સાદવી મહિલાઓ, ૫૦૦ ઉપરાંત હરિભક્‍તો તથા અત્રે બિરાજતા ૯૦ વર્ષના શ્રી જગતપ્રકાશદાસજી સ્‍વામી વગેરેએ શાષાીશ્રી નીલકંઠદાસજી સ્‍વામી તથા શાષાીશ્રી મંગલસ્‍વરૂપદાસજી સ્‍વામીના મુખે  છપૈયાલીલાની કથાનું શ્રવણ કરેલ. 

ગુરૂવર્ય શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીએ શ્રી ભીખાભાઈ, વનુભાઈ, ઘનશ્‍યામભાઈ, હિતેશભાઈ, સાવનભાઈ, માધવભાઈ, મેહૂલભાઈ, હાર્દિકભાઈ વગેરે સુરતના સુતરિયા પરિવારને ખેસ પહેરાવી આશીર્વાદ આપેલ હતા.   

(2:07 PM IST)