<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સુરતમાં આંતરરાષ્ટ્રીય ' સાયબર ગુલામી' રેકેટના પર્દાફાશ બાદ વધુ બે આરોપીની મુંબઇ અને સાબરકાંઠાથી ધરપકડ

આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા:રેકેટ માત્ર ભારતીય નાગરિકો જ નહીં, પરંતુ અન્ય દેશોના નાગરિકોને પણ મ્યાનમારમાં મોકલતો :અત્યાર સુધીમાં કુલ 51થી વધુ લોકોને મ્યાનમારમાં મોકલાયા જેમાં 47 ભારતીય નાગરિકો

સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના પર્દાફાશ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે કાર્યવાહી કરતા વધુ બે શખ્સની  ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે  આંતરરાષ્ટ્રીય ‘સાયબર ગુલામી’ રેકેટના વધુ 2 આરોપી મુંબઇ અને સાબરકાંઠાથી ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

 

મળતી માહિતી મુજબ,  સુરત ખાતે આંતરરાષ્ટ્રીય ‘સાયબર ગુલામી’ રેકેટના વધુ બે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. આ ધરપકડ મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. રેકેટ માત્ર ભારતીય નાગરિકો જ નહીં, પરંતુ અન્ય દેશોના નાગરિકોને પણ મ્યાનમારમાં મોકલતો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના નાગરિકો પણ સામેલ છે. અત્યાર સુધીમાં કુલ 51થી વધુ લોકોને મ્યાનમારમાં મોકલવામાં આવ્યા છે, જેમાં 47 ભારતીય નાગરિકો છે. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સરકાર અને સાયબર પોલીસની ટીમ દ્વારા વિશેષ પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટ  મામલે સાયબર ક્રાઈમે વધુ 2 શખ્સને ઝડપ્યા છે. જેમાં શશાંક બસુદેવ, દાનીશ દાત્રેલીય નામના શખ્સની ધરપકડ કરાઇ છે. આ આરોપીઓની  મુંબઈ અને સાબરકાંઠાથી ધરપકડ કરાઇ છે.બંને આરોપીઓ મુખ્ય આરોપીના એજન્ટ હોવાની વિગતો મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર મામલે 6 આરોપીઓની ધરપકડ કરાઇ.આરોપી નિપેન્દરે અન્ય દેશના નાગરિકોને પણ  મ્યાનમાર મોકલ્યા હતા. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશના નાગરિકોને મ્યાનમાર મોકલ્યા હતા. 51 લોકોમાં 47 ભારતીય નાગરિક હોવાની માહિતી મળી રહી છે

(12:35 PM IST)