તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
નેત્રંગ તાલુકામાં સાયન્સની સ્કુલ શરૂ કરવા સાંસદે રૂ.૩૫ લાખ ફાળવ્યા
ભક્ત હાઇસ્કુલમાં સાયન્સ હાઇસ્કુલનું મકાન અને લેબોરેટરીનું નિમૉણ કરાશે: સાંસદ મનસુખભાઇ વસાવાએ ગ્રાન્ટની ફાળવણી કરતાં આદિવાસી વિસ્તારમાં આનંદ

( ભરત શાહ દ્વારા )નર્મદા : ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામોને અલગ પાડી સન્-૨૦૧૨ નવો નેત્રંગ તાલુકો સાંસદ મનસુખભાઇ વસાવાએ બનાવ્યો હતો.નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે તમામ પ્રકારની સરકારી કચેરીઓનું નિમૉણ કરાયું હતું.પરંતુ શૌક્ષણિક ક્ષેત્રમાં સાયન્સ વિભાગની સ્કુલની શરૂઆતની વષૉની માંગ હતી.સાયન્સ વિભાગની સ્કુલ નહીં હોવાથી ગરીબ આદિવાસી સમાજના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતા હતા.વિધાર્થીઓના હિતમાં વાલીઓ ઘર-પરીવાર સાથે સ્થળાંતર કરવા મજબુર બન્યા હતા. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં સાયન્સ વિભાગની સ્કુલ શરૂ કરવાની આદિવાસી વિસ્તારમાં માંગ પ્રબળ બની હતી.જેમાં નેત્રંગ તાલુકા મથકે કાયઁરત શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલીત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલ અને શ્રી આર.કે ભક્ત વિધાલયમાં સાયન્સ વિભાગની સ્કુલ શરૂ કરવા ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ ઓરડા બનાવા માટે રૂ.૧૫ લાખ અને ત્રણ લેબોરેટરી બનાવા માટે રૂ.૨૦ લાખ મળીને કુલ રૂ.૩૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરતાં વિધાર્થીઓ-વાલીઓ સહિત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી છે.વહીવટી કામગીરી પુણઁ થતાંની સાથે જ શ્રીમતિ એમ.એમ. ભક્ત હાઇસ્કુલમાં સાયન્સ વિભાગની સ્કુલ અને લેબોરેટરીના નિમૉણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
