તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 10th September 2025
વેસ્ટર્ન રેલવે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
મુંબઈ સેન્ટ્રલ - બનારસ તથા વડોદરા - ગોરખપુર વચ્ચે સાપ્તાહિક ટ્રેનો દોડશે

અમદાવાદ,તા.૧૦
આગામી દશેરા ,દિવાળી અને છઠ્ઠ પૂજા દરમ્યાન મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.
જેમાં મુંબઈ સેન્ટ્રલ - બનારસ એસી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના ૧૬ ફેરા તથા વડોદરા - ગોરખપુર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના ૨૦ ફેરા રહેશે.મુંબઈ સેન્ટ્રલ - બનારસ ટ્રેન દર બુધવારે રાત્રે ૧૧ઃ૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને શુક્રવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન ૧૭ સપ્ટેમ્બર થી ૫ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બનારસ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે બનારસથી બપોરે ૨ઃ૩૦ કલાકે ઉપડશે અને રવિવારે સવારે ૪ઃ૨૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૧૯ સપ્ટેમ્બરથી ૭ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ ,સુરત ,વડોદરા, રાયબરેલી, અમેઠી, ભદોહી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. જ્યારે વડોદરા - ગોરખપુર ટ્રેન દર શનિવારે સાંજે ૭ કલાકે વડોદરાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે ૧૧ઃ૩૦ કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન ૨૭ સપ્ટેમ્બર થી ૨૯ નવેમ્બર સુધી કાર્યરત રહેશે.
તેવી જ રીતે ગોરખપુર - વડોદરા સ્પેશિયલ ટ્રેન દર સોમવારે ગોરખપુરથી સવારે ૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮ કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન ૨૯ સપ્ટેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો ગોધરા, રતલામ ,ગંગાપુર ,કાનપુર ,બાદશાહ નગર, બારાબંકી ,બસ્તી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ઉપરાંત ઓખા -શકુર બસ્તી વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના ૨૦ ફેરા રહેશે
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
