તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
મહેસાણા માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકથી ઉભરાયું
કપાસ અને રાયડાનાં પાકનું વાવેતર થાય છેઃએરંડાના ભાવ વધતા સાથે જ ખેડૂતો એરંડાની આવક લઈને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવે છે

મહેસાણા,તા.૧૦
મહેસાણાઃ મહેસાણામાં ખાસ કરીને એરંડા, કપાસ અને રાયડાનાં પાકનું વાવેતર થાય છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં ધાન્ય પાક અને એરંડા વિશેષ પ્રમાણમાં આવે છે. હમણાં એરંડાના ભાવ વધતા સાથે જ ખેડૂતો એરંડાની આવક લઈને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવે છે. હાલમાં મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાના ઊંચા ભાવ ૧,૩૧૦ રૃપિયા અને નીચા ભાવ ૧,૨૬૦ રૃપિયા બોલાઈ રહ્યા છે. આજે માર્કેટ યાર્ડમાં ૭૪૯ બોરીની એરંડાની આવક નોંધાઈ છે. એરંડાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતા કોઈ ફેરફાર નોંધાયો નથી, ગઈકાલના અને આજના ભાવમાં ખાસ ફેરફાર નથી. ગઈકાલ કરતા આજે આવકમાં વધારો નોંધાયો છે.
મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે એરંડાની ૭૪૯ બોરીની આવક નોંધાઈ છે. આ અઠવાડિયામાં એરંડાની આવકમાં વધારો થયો છે, જેના ઊંચા ભાવ ૧,૩૧૦ રૃપિયા પ્રતિ મણ અને નીચા ભાવ ૧,૨૬૦ રૃપિયા પ્રતિ મણ છે. ખેડૂતો હવે એરંડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. આ સાથે રાયડાની ૩૪ બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ ૧,૨૮૪ અને નીચા ભાવ ૧,૨૭૦ રૃપિયા છે. ગઈકાલના અને આજના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અઠવાડિયાના ભાવ કરતા અંદાજે ૧૦ રૃપિયાનો વધારો થયો છે. રાયડાની આવકમાં આજે ગઈકાલની સરખામણીમાં વધારો નોંધાયો છે.
અન્ય જણસીઓની વાત કરવામાં આવે તો મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, જુવાર, બાજરી, મગ, ગવાર, સવા, અજમો અને રજકાની આવક નોંધાઈ છે, જેના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. બાજરીની ૧૩ બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ ૪૭૪ રૃપિયા પ્રતિ મણ છે, જેના ભાવમાં અંદાજે ૧૦ રૃપિયાનો વધારો થયો છે.
અજમાની ૧૧૨ બોરીની આવક નોંધાઈ છે. જેના ઊંચા ભાવ ૨,૩૩૧ રૃપિયા છે. અજમાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતા ૩૦૦ રૃપિયાનો વધારો થયો છે.
રજકાની ૩ બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ ૭,૫૫૦ રૃપિયા અને નીચા ભાવ ૭,૦૦૦ રૃપિયા છે. રજકાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં ૧૦૦ રૃપિયાનો વધારો થયો છે. આ અઠવાડિયાના રજકાના ઊંચા ભાવ આજે બોલાયા છે. ગયા અઠવાડિયાઓ કરતા આ અઠવાડિયા જણસીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
