<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

મેઘરાજાની ગેરહાજરીમાં રાજયભરમાં સૂર્યદેવનું સામ્રાજ્‍ય....

ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૩૯.૭૨ ફૂટે પહોંચી છે ડેમમાં ૭૨૨૬૫ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૪૦૪૮૨ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આજવા સરોવરની જળસપાટી ૨૧૩.૭૦ ફૂટ, ગોલ્‍ડન બ્રિજની જળસપાટી ૧૬ ફૂટે પહોંચીઃ મધુવન ડેમના ૩ દરવાજા ખુલ્‍લા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજાની ગેરહાજરીમાં રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં સૂર્યદેવનું સામ્રાજ્‍ય જણાઈ રહ્યું છે.

મેઘરાજાએ છેલ્‍લા ૪૮ કલાકથી વિરામ લીધાનુ જણાય છે જેને પગલે તંત્ર સહિત પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

જોકે બંધો અને જળાશયોની જળસપાટી હજુપણ વધી રહી છે દમણગંગાના મધુબન ડેમની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૭.૯૦ મીટરે પહોંચી છે ડેમમાં ૧૧૬૫૫ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧૦૪૭૯ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ડેમના ૩ દરવાજા ૦.૬૦ મીટર ખુલ્‍લા રખાયા છે.

ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૯.૭૨ ફૂટે પહોંચી છે ડેમમાં ૭૨૨૬૫ ક્‍યુસેક ઈન્‍ફલો સામે ૪૦૪૮૨ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્‍યારે વડોદરા પંથક ના આજવા સરોવર ની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૨૧૩.૭૦ ફૂટે પહોંચી છે જ્‍યારે વિશ્વામિત્રી ની જળસપાટી ૧૧.૧૨ ફૂટે પહોંચી છે, તો ભરૂચ પંથક ના ગોલ્‍ડન બ્રિજ ની જળસપાટી ૧૬.૦૦ ફૂટે પહોંચી છે

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના માત્ર ૩ જીલ્‍લાના ૬ તાલુકામાં માત્ર ૩૦ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે આજે સવાર થી પણ મેઘરાજા મોટાભાગે વિરામ ઉપર છે.(૪૦.૨૫)

(3:56 PM IST)