તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
ધરોઈ ડેમની જળસપાટી હાલ 619.91 ફૂટ પર પહોંચી : ત્રણ દરવાજા ખોલાયા
બે દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલાયો: હાલ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક

મહેસાણા: ધરોઈ ડેમની જળસપાટી હાલ 619.91 ફૂટ પર પહોંચી છે. વધતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી બે દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલાયો છે. હાલ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ જાવક પણ કરવામાં આવી રહી છે. ડેમમાં હાલમાં કુલ 91.77 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
