<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

સાવરકુંડલાઃ સુરતમાં રકતદાન માટે મિટીંગ

સાવરકુંડલાઃ ઓપરેશન સિંદૂરની ભવ્‍ય સફળતા બદલ રાષ્‍ટ્રના શૌર્યવાન સૈનિકોને અનોખુ સન્‍માન આપવા ઉપરાંત યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસે એક વિશિષ્ટ ભેટ સ્‍વરૂપે આખા રાજ્‍યમાંથી ૧ લાખ યુનિટ રક્‍ત એક જ દિવસે એકત્ર કરીને ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ પ્રસ્‍થાપિત કરવાના ઉમદા હેતુસર ગુજરાત રાજ્‍યના તમામ કર્મચારી મંડળો દ્વારા મહા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું તારીખ ૧૬ સપ્‍ટેમ્‍બરના રોજ આયોજન કરેલ છે. જે અંતર્ગત સુરતની એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલના લુથરા ઓડિટોરિયમમાં શહેરના અગ્રણીઓની એક વિશેષ સભાનું આયોજન થયું હતું. જેમાં મહા બ્‍લડ ડોનેશન કેમ્‍પના સુરત શહેર અને જિલ્લાના પ્રભારી તથા સુરત શહેરના મુખ્‍ય કન્‍વીનર કિશોરકુમાર જાની, સુરત શહેરના ડી.પી.ઇ.ઓ. અરૂણભાઇ અગ્રવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, સુરત શહેર સંકલન સમિતિના અધ્‍યક્ષ એડવોકેટ આર.જી. શાહ, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપકભાઈ કોલડીયા, રાજ્‍ય આચાર્ય મહામંડળના મહામંત્રી ભરતભાઈ ચૌધરી, રાજ્‍ય માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહીડા, રાજ્‍ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ, રાજ્‍ય આચાર્ય મહામંડળના પ્રમુખ ભાનુભાઈ પટેલ કે જેઓ ૩૦૦ કિ.મી. દૂરથી આજની સભામાં એક વિશેષ જનાદેશ માટે ઉપસ્‍થિત રહ્યા હતા. સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીના અધ્‍યક્ષ અને છાંયડોના પર્યાય એવા ભરતભાઈ શાહ, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્‍યક્ષ મહેશભાઈ પટેલ અને સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ પદ્મશ્રી યઝદી કરંજિયાના સ્‍તુત્‍ય અને અસરકારક વક્‍તવ્‍યને કારણે સમગ્ર વાતાવરણમાં રક્‍તદાન માટે એક અનન્‍ય જોશ ઉત્‍સાહ ઉમંગની સરવાણી વહેતી થઈ હતી. આભારવિધિ ઉ.મા. શિક્ષક સંઘના પ્રમુખ લીનાબેન દેસાઈએ કરી હતી. સંચાલન સંઘના શૈક્ષણિક મંત્રી ડો. ફાલ્‍ગુનીબેન પટેલે કર્યું હતું. સફળ બનાવવા સુરત શહેર આચાર્ય સંઘના અધ્‍યક્ષ વિજયકુમાર બારોટ, આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ  પાર્થિવભાઇ દેસાઈ અને વિવિધ ઘટક સંઘોના પ્રમુખ, અધ્‍યક્ષ, મહામંત્રી અને અગ્રણી હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર- અહેવાલઃ ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(12:46 PM IST)