<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ખેડૂતોને ઘટાડેલા જી.એસ.ટી. દરનો લાભ આપવા માટે ટ્રેકટર સહિતની ખરીદીની મુદતમાં વધારો

એક લાખ ખેડૂતોને ૩પ થી ૪પ હજારનો ફાયદોઃ રાઘવજી પટેલ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ :.. વિધાનસભા ખાતે જાહેર અગત્‍યની બાબત પર ધ્‍યાન દોરતા કળષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલા જી.એસ.ટી રીફોર્મ્‍સથી કળષિ ક્ષેત્રને ખૂબ જ મોટી રાહત મળી છે.

કળષિ માટે સૌથી મહત્‍વપૂર્ણ સાધન એટલે ટ્રેક્‍ટર પર લેવામાં આવતા ૧૨ ટકા તેમજ ટ્રેક્‍ટરના ટાયર્સ અને અન્‍ય પાર્ટ્‍સ પર લેવામાં આવતા ૧૮ ટકા જીએસટી દરને ઘટાડી હવે ૫ ટકા કરવામાં આવ્‍યો છે. જેના પરિણામે ટ્રેક્‍ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્‍ટર ખરીદી માટે રાજ્‍ય સરકારની રૂ. ૧,૦૦,૦૦૦ સબસીડી ઉપરાંત અંદાજીત બીજા રૂ. ૩૫ થી ૪૫ હજાર જેટલો ફાયદો થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કળષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળ ગુજરાતમાં કળષિ યાંત્રિકીકરણને પ્રોત્‍સાહન આપવા ખેડૂતોને ટ્રેક્‍ટર સહિતના બીજા કળષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે. નવા જીએસટી રિફોર્મ્‍સથી કળષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી પર ખેડૂતોને મોટો લાભ થશે.

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે તા. ૨૨ સપ્‍ટેમ્‍બરથી અમલમાં આવશે. જેથી રાજ્‍યની કળષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્‍ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, કળષિ યાંત્રીકીકરણ યોજનાઓ હેઠળ રાજ્‍યના કેટલાક ખેડૂતોને ટ્રેક્‍ટર અને ખેત ઓજારો/સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કળષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને તા. ૨૨ સપ્‍ટેમ્‍બરથી અગામી ૩૦ દિવસ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્‍ય સરકારના આ મહત્‍વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના અંદાજે એક લાખ જેટલા ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ ૩૫ થી ૪૫ હજાર જેટલો નાણાકીય લાભ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, કળષિ યાંત્રિકીકરણ માટે વપરાતા વિવિધ સાધનો અને ઓજારો પર અગાઉ લેવામાં આવતો ૧૨ ટકા જીએસટી તેમજ સિંચાઈ ક્ષેત્રે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જરૂરી ડ્રીપ અને સ્‍પિં્રંકલર સાધનો પરના ૧૨ ટકા જીએસટી દરને ઘટાડીને પ ટકા કરવામાં આવ્‍યો છે. જેના કારણે કળષિ ઓજારો અને સિંચાઈના સાધનોના ભાવોમાં ઘટાડો થશે.

તેવી જ રીતે, સૂક્ષ્મ પોષક તત્‍વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉ લેવામાં આવતા ૧૨ ટકા જીએસટી દર તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયાઅને સલ્‍ફયુરિક એસિડ પર લેવામાં આવતા ૧૮ ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર ૫ ટકા કરવામાં આવ્‍યો છે. જેથી ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્‍પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્‍થામાંખાતર ઉપલબ્‍ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

(11:45 AM IST)