તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
દેડીયાપાડા,આમલેથા અને ઉમરપાડા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ રૂ.2 લાખથી વધુના..
સોલાર કેબલ ચોરીના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલનાઓએ જીલ્લામાં બનતા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી કામગીરી કરવાની સુચના આપતા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા નાઓએ નર્મદા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ સોલાર પ્લાન્ટના વાયર ચોરીના બનાવો બન્યા હતા જેમા દેડીયાપાડા ના ચીકદા ગામની સીમમાંથી સોલારના પ્લાન્ટમાંથી કોપરના વાયરોની ચોરી થયેલ તથા આમલેથા પોલીસ સ્ટેશન ના પ્રતાપનગર ગામની સીમમાથી સોલારના પ્લાટન્ટમાંથી કોપરના વાયરોની ચોરી થયેલ હતી. જે ગુનાઓની તપાસમાં એલ.સી.બી.ના ડી.આર. રાઠોડ, પો.સ.ઈ. તથા જે.આર.ડામોર, પો.સ.ઈ. નાઓની બે અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના ખાનગી તથા સરકારી સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી તથા ટાવર ડમ્પ એનાલીસીસ કરી તેમજ હ્યુમન્સ સોર્સથી માહીતી મેળવતા દેડીયાપાડા વિસ્તારના કેવડી ગામના કેટલાક ઇસમોએ ચિકદા તથા પ્રતાપનગર ગામની સીમ વિસ્તારમાંથી તથા ઉમરપાડા પો.સ્ટે. વિસ્તારના પીનપુર ગામની સીમમાં આવેલ સોલારના પ્લાન્ટમાથી કોપરના વાયરોની ચોરી કરી તેને બાળી તેમાથી કોપરના વાયરોના ગુચળા બનાવી બે મોટર સાયકલ ઉપર દેડીયાપાડાથી ભરૂચ તરફ જનાર છે. જે માહીતી ના આધારે દેડીયાપાડા મિશન ત્રણ રસ્તાથી આગળ નિઘટ ગામ તરફ જવાના હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી તમામ ઇસમોને મીણીયા કોથળામાં બાળેલા કોપર વાયરના ગુંચળાઓ સાથે ઝડપી પાડી તેઓને પુછપરછ કરતા આ મુદ્દામાલ દેડીયાપાડા, આમલેથા તેમજ ઉમરપાડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ સોલારના પ્લાન્ટો માંથી કોપરના વાયરોની ચોરી કરેલાની કબુલાત કરી હોય, કોપરના વાયરોના ગુંચળાઓનુ વજન ૧૪૯ કિલો ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૧૯,૨૦૦ તથા મોટર સાઇકલ નંગ-ર કિંમત રૂપિયા ૫૦,૦૦૦- તથા મોબાઇલ નંગ-૭ કિમત રૂપિયા ૩૫,૫૦૦ મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયા હતા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ડીટેઇન કરી આગળની વધુ તપાસ અર્થે તમામને દેડીયાપાડા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :(૧) હરીસીંગ વજેસીંગભાઇ વસાવા ( રહે.કેવડી તા.દેડીયાપાડા જી.નર્મદા ) (૨) સુરેશ પ્રતાપભાઇ વસાવા ( મુળ રહે.ઘાટોલી બસ સ્ટેશન પાસે તા.દેડીયાપાડા જી.નર્મદા હાલ રહે. શક્તિનાથ, શાક માર્કેટ પાસે, તા.જી.ભરૂચ) (૩) મહેશ માનસીંગભાઇ વસાવા ( રહે.કેવડી, સડક ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) (૪) અક્ષય વજેસીંગભાઇ વસાવા ( રહે.કેવડી )તેમજ (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાઓ ને ઝડપાઈ ગયા હતા જ્યારે (૬) નિરંજન રમેશભાઇ વસાવા( રહે. કેવડી તા.દેડીયાપાડા જી.નર્મદા).નાઓ હજુ પકડવાનો બાકી છે
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
