તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદે ભારે વિનાશ વેર્યો: ગામમાં10-10 ફૂટ પાણી ભરાયા: ચોતરફ તારાજીના દ્રશ્યો
સમગ્ર ગામમાં મોટા ભાગના ઘરોમાં કમર સુધી પાણી ભરાયા: મોટા ભાગના લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઇ: ગામમાં 5 થી વધુ મકાનો ઘરાશાહી થયા તો શાળાની સ્વંરક્ષણની દીવાલો પણ ઘરાશાઇ થઇ

ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઇ છે. પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ રહી છે. પાટણના સાંતલપુર તાલુકામાં પણ વરસાદે ભારે વિનાશ વેર્યો છે. સાંતલપુરના વોંવા ગામે Vtv ન્યૂઝની ટીમ પહોંચી હતી. વરસાદના વિરામ બાદ પણ વોંવા ગામમાં તારાજીના દ્રષ્યો જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીના દ્રશ્યો જ જોવા મળ્યા હતા.
સમગ્ર ગામમાં10-10 ફૂટ પાણી ભરાયેલા હતા. જેના કારણે આખુ ગામ જ સંપર્ક વિહોણું બન્યું હતું. પાણી એટલા ભરેલા હતા કે તંત્ર પણ ત્યાં પહોંચી શકે તેમ નહોતા. જેથી વહીવટી તંત્ર પણ આ ગામની મદદ્તે નહતું પોહ્ચ્યું નહોતું. ગ્રામજનોએ ઉજાગરા કરી પોતાના માલ સામાનની કરી રખેવાળી કરી અને પોતાનો બચાવ કર્યો હતો. સમગ્ર ગામમાં મોટા ભાગના ઘરોમાં કમર સુધી પાણી ભરાયા હતા. જેથી મોટા ભાગના લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઇ હતી.
વોંવા ગામના ખેડૂતોએ પોતાના ઘરમાં જીરાના પાકનો સંગ્રહ કર્યો હતો. જો કે સમગ્ર જીરુ તો પાણીમાં પલળી જ ગયું હતું. પરંતુ ખેતરમાં ઉભેલો પાક પણ બળીને ખાખ થઇ ગયો હતો. ગામમાં 5 થી વધુ મકાનો ઘરાશાહી થયા તો શાળાની સ્વંરક્ષણની દીવાલો પણ ઘરાશાઇ થઇ હતી. હજુ પણ સમગ્ર ગામમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ગ્રામજનો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. જો કે તેમને સહાય મળે છે કે કેમ તે જોવું રહ્યું
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
